સરદાર પટેલનું અપમાન કરનાર રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરૂધ્ધ શહેર ભાજપના સુત્રોચ્ચાર

1050

ગુજરાત પનોતા પુત્ર અને અખંડ ભારતના પ્રણેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલના અપમાન અને સ્ટેચ્યુ ઓફ યુનિટિ વીશે અધકચરૂ બુધ્ધી પ્રદર્શન કરી તેને મડ ઈન ચાઈનાનો માલ કહી સરદાર સાહેબનું અપમાન કરનાર રાહુલ ગાંધી સામે ગુજરાતની જનતાના રોષનો પડઘો પાડી આજે શહેર ભાજપાએ શહેરના ઘોઘાગેઈટ ખાતે કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે ઉગ્ર રોષ પ્રગટ કરી સુત્રોચ્ચાર કર્યા હતાં.

આ અંગે શહેર અધ્યક્ષ સનતભાઈ મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા આઝાદી કાળથી ગુજરાતના પનોતાપુત્ર એવા સરદાર વલ્લભભાઈ પટેલનું સદાય અપમાન કરતી એવી છે. મધ્યપ્રદેશની એક સભા દરમ્યાન સ્ટેચ્યુ ઓફ યુનિટિ વિશે અધકચરૂ બુધ્ધી પ્રદર્શન કરી તેને મેડ ઈન ચાઈનાનો માલ કહી સરદારનું અપમાન કરના રાહુલ ગાંધીએ ફરી એકવાર ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશની જનતાનું અપમાન કર્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટિ માટે દેશના અનેક કિસાનોએ પોતાના ઓઝારોનું લોખંડ અને ધાતુ દેશના આ લોખંડી પુરૂષને શ્રધ્ધાંજલિ અર્પવા માટે દાન કર્યું હતું. ત્યારે રાહુલ ગાંધીએ તેની બાળક બુધ્ધી વડે મનઘડત નિવેદન કરી સરદાર કે ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર દેશના કિસાનોનું અપમાન કર્યું છે. ભાજપાએ કોંગ્રેસ અને રાહુલ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ પણ ભુલી ગયા કે આ પ્રતિમાનું નિર્માણ દેશની એલેન્ટી કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આજના કાર્યક્રમમાં મેયર મનહરભાઈ મોરી, શહેર મહામંત્રી, વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ, રાજુભાઈ બાંભણીયા ડે. મેયર અશોકભાઈ બારૈયા, સ્ટે. ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, નેતા પરેશભાઈ પંડયા, દંડક જલ્વીકાબેન ગોંડલીયા, શિક્ષણ સમિતિ ચેરમેન નિલેશભાઈ રાવલ, શહેર સંગઠ્ઠનના પદાધિકારીઓ, નગરસેવકો, શિક્ષણ સમિતિના સદસ્યો, તમામ મોરચા-સેલના પદાધિકારીઓ, તમામ સેલ અને પ્રકલ્પોના આગેવાનો ઉપસ્થીત રહ્યા હતાં.

Previous articleનેત્રહીન વિદ્યાર્થીઓના પ્રજ્ઞાપંથી અવાજના અજવાળે વિશિષ્ટ પ્રદર્શનની ૭પ૦૦ લોકોએ મુલાકાત લીધી
Next articleઅમુલભાઈના જન્મદિન નિમિત્તે વૃક્ષારોપણ