એશિયાના ૧૦૦ પ્રભાવશાળી લોકોમાં શાહરૂખ-એશનો સમાવેશ

841

કિંગ ખાન શાહરૂખ ખાન અને અભિનેત્રી એશ્વર્યા રાયનો એશિયાના ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદીમાં સમાવેશ થયો છે. આ ઍક્ટર્સને જાણીતી મેગેઝિન ’એશીયન જિયોગ્રાફિક’ તરફથી એશિયાના ૧૦૦ સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં એન્ટ્રી મળી છે.

મેગેઝિનમાં ’એસ્ટોલિશિંગ એશિઅન્સ’ કેટેગરીમાં શાહરૂખ અને એશ્વર્યા રાયને પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. સાથે આ બંને ઍક્ટર્સને મેગેઝિનના કવર પેજ પર પણ સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એશ અને શાહરુખ એકલા એવા બોલીવુડ એક્ટર્સ છે જેમણે આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.

પ્રભાવશાળી લોકોની યાદીમાં બોલીવુડ સેલેબ્સ, એક્ટિવિસ્ટ્‌સ, ક્રિકેટર્સ અને બિઝનેસમેનના નામ સામેલ છે. શાહરુખ અને એશ્વર્યા રાય બચ્ચન સિવાય ’એશિયન જિયોગ્રાફિક’ સૂચિમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, વ્યવસાયી મુકેશ અંબાણી, અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન, મહિલા વ્યવસાયી કિરણ મજુમદાર અને રાઇટર અરુંધતી રોયના નામ પણ સામેલ છે.

ફિલ્મોની વાત કરીએ તો શાહરૂખ ખાન ટૂંક સમયમાં ઝીરો ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ પણ મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં ફિલ્મ ફન્ને ખાનમાં જોવા મળેલી એશ્વર્યાની આગામી ફિલ્મની વાત કરીએ તો ચર્ચા છે કે તે અક્ષય અને રજનીકાંતની ફિલ્મ ૨.૦ માં કેમિઓ રોલ કરતી નજરે પડશે.

Previous articleટૂંક સમયમાં ૬૦૦૦ રેલ્વે સ્ટોશનો પર વાઈ-ફાઈથી ઈન્ટરનેટ સેવાનો લાભ મળશે
Next articleચૂંટણીમાં પરાજય છતાં અબ્દુલ્લા યામીન પદ છોડવા ઈચ્છતા નથી!!