ડેટા લીક : પાંચ કરોડથી વધુ યુઝર્સના ડેટા સાથે ચેડા થયા

872

યુઝર્સના ડેટા લીક થવાના મામલે હાલમાં ભારે વિવાદ થઇ રહ્યો છે. આ વિવાદ વચ્ચે શોશયલ મિડિયા પ્લેટફોર્મ ફેસબુક હવે નવા વિવાદમાં છે. કંપનીએ કહ્યુ છે કે તેના વ્યુ એઝ ફિચરમાં એક બગના કારણે હેકર્સે પાંચ કરોડ યુઝર્સના ડેટામાં અતિક્રમક કરવામાં સફળતા મેળવી લીધી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલમાં કંપનીએ આ ફિચરને દુર કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ એક બ્લોક પોસ્ટમાં કહ્યુ છે કે અમે આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યા છીએ. જો કે હજુ આ માહિતી મળી શકી નથી કે ખાતાનો દુરુપયોગ કરીને માહિતી છુપાવવામાં આવી છે કે કેમ. ફેસબુક અને ડેટા લીક કોઇ નવી વાત નથી. સમય સમય પર ડેટા પ્રિવેસીને લઇને ફેસબુક પર આરોપો લાગતા રહ્યા છે. આ પહેલા પણ કંપની પર યુઝર્સના ડેટાને વેચી મારવાનો આરોપ મુકવામાં આવ્યો છે. તમે આ પ્રકારના હેકર્સના શિકાર ન થઇ જાવો તે માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે. સૌથી પહેલા આપે પોતાના એકાઉન્ટને ક્યાં ક્યાી એક્સેસ કર્યા છે તે અંગે તપાસ અને ચકાસણી કરવાની જરૂર છે. આના માટે ફેસબુક એપ અથવા તો સાઇટ ઓપન કરીને સિક્યુરિટી અને એન્ડ લોગીન પેજ પર જઇને વેર યુ આર લોજ્ડ ઇન પર ક્લિક કરો. આવ્યુ કરવામાં આવ્યા બાદ તમે જોઇ શકશો કે આપે ક્યાં ક્યાં એક્સેસ કર્યા છે. જો તમને કોઇ પણ શંકાસ્પદ જગ્યા અથવા તો ડિવાઇસનુ નામ દેખાય તો તેને તરત જ લોગ આઉટ કરવામાં આવે  તે  જરૂરી છે. સમય સમય પર પાસવર્ડ બદલી નાંખવામાં આવે તે જરૂરી છે.

ડેટા લીક થવાના કેસ હાલમાં વધી રહ્યા છે. સામાન્ય લોકો હાલના સમયમાં સોશિયલ મિડિયાનો વધારે ઉપયોગ કરે છે  જેથી ખતરો વધે છે.

Previous articleપેટ્રોલિગ દરમ્યાન પોલીસે ફાયરિંગ કરતા એપલ કંપનીના મેનેજરનું મોત
Next articleસર્જિકલ સ્ટ્રાઈકની જેમ ફરી મોટી કાર્યવાહી થઈ