હું અકસ્માતે અભિનેત્રી બની ગઈ : કાજોલ

1188

ડઝનબંધ સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલી અભિનેત્રી કાજોલે કહ્યું હતું કે મારે તો અભિનેત્રી બનવું જ નહોતું. હું અકસ્માતે અભિનેત્રી બની ગઇ હતી. કભી ખુશી કભી ગમ, કુછ કુછ હોતા હૈ, દિલવાલે દૂલ્હનિયાં લે જાયેંગે વગેરે સુપરહિટ ફિલ્મો આપનારી કાજોલ હાલ પોતાની હેલિકોપ્ટર ઇલાનું પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મમાં એ એક સિંગલ મધરનો રોલ કરે છે. ’મેં મારી મમ્મીને કામ કરતાં જોઇ હતી. એ જેટલી મહેનત કરતી હતી એના પ્રમાણમાં એને મળતું મહેનતાણું સાવ નજીવું હતું એવું મને સતત લાગતું હતું. આજે પણ હીરોઇનોેને જે મહેનતાણું મળે છે એ આટલી  બધી મહેનત કરવાને લાયક હોતું નથી. એટલે હું શરૃથી અભિનેત્રી બનવાની વિરોધી હતી’ એમ કાજોલે કહ્યું હતું. એણે ઉમેર્યું કે મેં મારી મમ્મીને કહ્યું હતું કે મારે તો એવી જોબ કરવી છે જ્યાં મહિને મારા હાથમાં ચોક્કસ રકમનો પેચેક આવે. ફિલ્મ ઉદ્યોગ સાવ અનિશ્ચિત છે અને અનિશ્ચિત પર શી રીતે વિશ્વાસ મૂકવો ? આગળ શી રીતે વધવું એ એક સવાલ હતો. જો કે કાજોલ ત્રીજી પેઢીની અભિનેત્રી છે. એની માતા તનુજા અને માસી નૂતન પણ અભિનેત્રી હતી. તનુજાની માતા શોભના સમર્થ એક સમયે મોખરાની અભિનેત્રી રહી ચૂકી હતી.