ગાંધી જયંતિ પર પુડુચેરીના મુખ્યમંત્રીએ એવું કામ કર્યું જેને લઈને દેશવાસીઓ અચરજ પામી ગયા છે. સોમવારે સ્વચ્છતા હી સેવા અભિયાન દરમિયાન પોન્ડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસ્વામીએ ગટર સાફ કરી હતી.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. તેમની સાથે મ્યુન્સીપાલિટીના કર્મચારીઓ પણ હાજર હતા.
મુખ્યમંત્રીએ જ્યારે સરમ બજાર નજીકના કામારાજ સલાઇ વિસ્તારમાં એક ગટર ઉભરાયેલી જોઇ તો તેમણે સફાઇ કર્મચારીઓ પાસે સાફ કરવાના મોજા માંગ્યા હતા. સફાઇ કર્મચારીઓ તેમને મોજા અને ત્રિકમ આપ્યું તેમણે કંઇ પણ વિચાર્યા વગર કે લોકો શું વિચારશે તેમણે તેમની ધોતી વાળી અને ખુલ્લા પગે ગટમાં ઉતર્યા અને તેને સાફ કરવા લાગ્યા હતા. તેમને ગટર સાફ કરતા ૧૦ મિનિટ લાગી હતી.
પાર્ટીના અધિકારીએ જણાવ્યું કે, અમે વિસ્તારમાંથી પરત ફરી રહ્યા હતા પરંતુ મુખ્યમંત્રીએ ગટરને સાફ કરવાની હઠ પકડી લીધી હતી. તેમણે જણાવ્યું કે, અમારા મુખ્યમંત્રીએ સમાજ સમક્ષ એક શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું છે. અમારા વિરોધીઓ આને એક પબ્લિસીટી સ્ટન્ટ ગણાવે પરંતુ અમને એની ચિંતા નથી.



















