બાપૂના સ્વચ્છતાના મંત્રથી ભારતને આઝાદી મળી ગઇ

893

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનને દુનિયાના સૌથી મોટા અભિયાન તરીકે ગણાવીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્વચ્છતા પ્રત્યે તેમની પ્રાથમિકતાના કારણો રજૂ કર્યા હતા. મોદીએ કહ્યું હતું કે, બાપુના સ્વચ્છતા મિશનની પાછળ તેમની વ્યાપક વિચારધારા રહેલી હતી. તેમની સ્વચ્છતાનો હેતુ માત્ર ગંદગી નહીં બલ્કે માનસિક ગંદગીને પણ દૂર કરવાનો હતો. બાપુએ આને એક જન આંદોલનમાં ફેરવી દેવાની તૈયારી કરી હતી. મહાત્મા ગાંધીના સ્વચ્છતા મંત્રએ દેશને એક નવી દિશા આપી દીધી છે.

રાષ્ટ્રપતિ ભવનમાં મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય સ્વચ્છતા કાર્યક્રમના સમાપન કાર્યક્રમના અવસરે મોદીએ કહ્યું હતું કે, ૧૯૪૫માં બાપુએ પોતાના વિચાર મારફતે બતાવી દીધું હતું કે, ગ્રામીણ સ્વચ્છતા કેટલી જરૂરી છે. ગાંધી સ્વચ્છતા પર એટલો ભાર કેમ મુકતા હતા તે પ્રશ્ન લોકોને સતાવે છે પરંતુ ગંદગીથી બિમારી દૂર થાય છે તે જ હેતુ ન હતો બલ્કે માનસિક સ્વચ્છતા પણ બાપુનો હેતુ હતો. તેમનો વ્યાપક ઉદ્દેશ્ય રહ્યો હતો. બાપુએ સ્વચ્છતાને જનઆંદોલનમાં ફેરવી નાંખ્યું તેની પાછળ એક મનોભાવના હતી. જ્યારે અમે ભારતીયોમાં આ નવી ચેતના જાગી છે ત્યારે આની સ્વતંત્રતા આંદોલન પર અસર થઇ હતી અને દેશને સ્વતંત્રતા મળી હતી. આ પ્રસંગે ૧૨૪ દેશોના કલાકારો દ્વારા રજૂ કરવામાં આવેલા બાપુના પ્રિય ભજન વૈષ્ણજન તો રજૂ કરવામાં આવ્યું હતું. મોદીએ ગર્વ સાથે કહ્યું હતું કે, બાપુના દર્શાવવામાં આવેલા માર્ગ પર ૧૨૫ કરોડ ભારતીય લોકો આગળ વધી રહ્યા છે અને સ્વચ્છતા અભિયાનને દુનિયાના સૌથી મોટા જનઆંદોલનમાં ફેરવીને ઉલ્લેખનીય કામગીરી હાથ ધરી છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમની બાબતોને દુનિયાની સામે રજૂ કરવામાં ન આવી હોત તો લોકો બાપુના વિચારોથી પરિચિત થયા ન હોત. મોદીએ ઉમેર્યું હતું કે, ૨૦૧૪થી પહેલા ગ્રામીણ સ્વચ્છતાની હદ ૩૮ ટકા હતી જે ચાર વર્ષમાં વધીને ૯૪ ટકા થઇ ગઈ છે. દેશના પાંચ લાખ ગામો ખુલ્લામાં શૌચથી મુક્ત થઇ ચુક્યા છે. ૨૫ રાજ્ય પોતે ખુલ્લામાં શૌચથી મુક્ત પોતાને જાહેર કરી ચુક્યા છે. પહેલા ખુલ્લામાં શૌચ કરનાર દુનિયાની વસ્તી પૈકી ૬૦ ટકા વસતી ભારતમાં હતી. આ આ વસતી ઘટીને ૨૦ ટકા થઇ ગઈ છે. ચાર વર્ષમાં માત્ર શૌચાલયનું નિર્માણ થયું નથી બલ્કે ૯૦ ટકાનો ઉપયોગ પણ થઇ રહ્યો છે. લોકો ફરી જુની ટેવ તરફ ન વળે તેનો પણ હેતુ રહેલો છે. મોદીએ ચાર પીનો મંત્ર આપ્યો હતો. ચાર દિવસીય આ સમારોહમાં સ્વચ્છતાના ચાર પી પબ્લિક ફંડિંગ, પોલિટિકલ લીડરશીપ, પાર્ટનરશીપ અને પીપલ્સ પાર્ટીપિસેશનને મંજુરી આપવામાં આવી છે. સ્વચ્છતામાં આ ચાર મંત્ર ખુબ મહત્વપૂર્ણ છે.

Previous articleમહાત્મા ગાંધી અને શાસ્ત્રીને દેશભરના લોકોએ યાદ કર્યા
Next articleકિસાન રેલી હિંસક બની : કેન્દ્રની ખાતરીને ખેડૂતોએ અસ્વીકાર કરી