મને ગુજરાતી હોવાનો ગર્વ છેઃફ્રેરી દારૂવાલા

1381

બોલીવુડ એક્શન અભિનેતા ફ્રેડી દારૂવાલા તેમની છેલ્લી ફિલ્મ ’રેસ-૩’ને લઈ ખુબજ ચર્ચામાં છવાયા બાદ હવે  હાલમાં તેમની આગામી ફિલ્મ ’સૂર્યાંશ’માં તેમના ધમાકેદાર પાત્રને લઈ ખુબજ ચર્ચમાં છે તેમની સાથે હાલમાં થયેલ વાતચીતના મુખ્ય અંશઃ-

’સૂર્યાંશ’તમારી આ ગુજરાતી બીજી ફિલ્મ છે તેમના વિશે જણાવશો?

જ્યાં સુધી ગુજરાતી ફિલ્મનો સવાલ છે તો કોમેડી,ફેમિલી ડ્રામા વધારે પ્રભાવિત રહ્યું છે અમારો પ્રયાસ એ હતો કે ગુજરાતી દર્શકોએ જે જોયું નથી તે લાવવાનો જ્યારે કમલજી! એ મને આ ફિલ્મ માટે એપ્રોચ કર્યો તો મને કહાની ખુબજ પસંદ આવી એક એન્યુઝલ કહાની છે એક્શન પણ જરૂરી હતું તો અમે વિચાર્યું સારા લેવલ પર એવી ફિલ્મ બનાવીએ જે અત્યાર સુધી લોકોએ જોઈ ન હોય,આ ફિલ્મનું ટ્રેલર આવ્યું ત્યારે ઘણા લોકોએ કહ્યું કે ખુબજ શાનદાર ફિલ્મ છે ’સૂર્યાંશ’એક યુવતીની કહાની છે,એક ભાઈની કહાની છે,એક પોલીસ ઇન્સપેક્ટરની કહાની છે!

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી છેલ્લા ત્રણ વર્ષથી ઘણી ગ્રો કરી રહી છે તમને લાગે છે કે બૉલીવુડને ટક્કર આપી શકશે?

ટક્કર આપવાનો કોઈ સવાલ પણ ઉઠતો નથી કારણ કે અમે ટક્કર આપવા માટે ફિલ્મ નથી બનાવતા,અમે વિકાસ માટે ફિલ્મ બનાવીએ છીએ પ્રોગ્રેસ માટે ફિલ્મ બનાવીએ છીએ,અમે ફેશન માટે ફિલ્મ બનાવીએ છીએ,અમે કોઈને પ્રુ કરવા માટે ફિલ્મ નથી બનાવતા જે પણ ફિલ્મ બનાવે છે કે કહાની લખે છે તેઓ ફેશન માટે અને દિલથી લખે છે એક આર્ટિસ્ટનો કોઈને પ્રુ કરવાનો ઉદ્દેશ્ય નથી હોતો,ગુજરાતી ફિલ્મ બને કે તેલુગુ અને હિન્દી તેમનું કારણ માત્ર એક છે સારી કહાનીને પ્રદર્શિત કરવાનું,ગુજરાતી ફિલ્મ ગ્રો કરી રહી છે તેમનું કારણ એ છે ઘણી સારી ફિલ્મો ચેંજ થવા લાગી છે કહાની ચેંજ થાય છે એકટર ચેંજ થાય છે બધુજ નવીન આવી રહ્યું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં!

બોલીવુડમાં ઘણા ગુજરાતી કલાકરો કામ કરી રહ્યા છે,શુ તેમણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવો જોઈએ તમારું શુ કહેવું છે?

હું બીજા વિશે કહી ન શકું પરંતુ હું ગુજરાતી કરું છું મને ગુજરાતી હોવનો ગર્વ છે હું ગુજરાતી મીડિયામાં શીખ્યો છું મારી મોમ ગુજરાતી છે અને મારી માતૃ ભાષા પર ગર્વ છે ગુજરાતી અને હિન્દી સિનેમામાં મને ફર્ક નથી લાગતો,ભાષાતો હું ગમે તે કરી લઈશ મારી મુખ્ય કલા જે છે તે અભિનય છે તો તેમાં કોઈ ભાષા અને બાધા નથી આવી શકતી,મેં આ વર્ષે ઘણી મોટી ફિલ્મો કરી હિન્દી પણ અને ગુજરાતી પણ કરી રહ્યો છું મારું માનવું છે કે એક અભિનેતા હોય છે તે કોઈપણ ભાષાના દર્જેથી સીમિત નથી રહી શકતો!

’સૂર્યાંશ’માં તમને કયો પોઇન્ટવ્યુજ સારો લાગ્યો?

મને કો-એક્ટર્સ સારા લાગ્યા અમે આ ફિલ્મમાં પુરી કોશિશ કરી છે કે જેટનું ઇન્ટરટેનમેન્ટ વેલ્યુ છે તે દર્શકોને આપી શકીએ,એક કહાની બનાવી છે કે લોકો જોઈ બોલશે મજા આવી ગઈ,રોમાંસ છે, સારા ગીત છે,એક્શન ભરપૂર છે!

ગુજરાતી ફિલ્મોમાં કામ કરતા પહેલા કો-એક્ટર્સ અનુભવી હોવા જોઈએ,અથવા પ્રોફાઈલ જોઈને કામ કરો છો તેમની સાથે એવુ કઈ હોય છે?

મારી કો-એક્ટર્સ હિનાની આ પહેલી ફિલ્મ છે જય ભટ્ટે આઠ જેવી ફિલ્મો કરી છે વાત એ હોય છે કે માણસ કેટની સિદ્ધતથી કામ કરે છે અમારાં માટે એ ખુબજ જરૂરી હોય છે બાકી શીખવાની તમન્ના હોય તો માણસ કંઈપણ કરી શકે છે!

Previous articleસેક્સી તનુશ્રી દત્તાને સાહસી નિવેદન બદલ વરૂણનો ટેકો
Next articleકોહલીની ટેકનિકમાં હજુ ઘણી બધી ખામીઓ છે : વકાર યુનુસ