ઈંગ્લીશ દારૂના ૮૦ ચપટા સાથે મહુવાનો ખાલીદ કાદરી ઝડપાયો

834

ભાવનગર-તળાજા રોડ પર બુધેલ હાઈવે પરથી વરતેજ પોલીસ સ્ટાફે મહુવાના ખાલીદ કાદરીને ૮૦ ઈંગ્લીશ દારૂના ચપટા સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

વરતેજ પોલીસ સ્ટેશનનાં પો.સ.ઇ.આઇ.ડી.જાડેજા તથા વરતેજ પોલીસ સ્ટેશનનાં સર્વેલન્સ સ્કોડનાં માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન પો.કો.વિશ્વરાજસિંહ વાઘેલા તથા પો.કો. દેવેન્દ્રસિંહ નિરૂભા જાડેજાને મળેલ સંયુકત બાતમી આધારે બુધેલ ગામે હાઇવે રોડ ઉપરથી એક ઇસમને ભારતીય બનાવટનો, ઇંગ્લીશ દારૂનાં નાના ચપટા નંગ ૮૦/-  તેની કિંમત.રૂ.૮૦,૦૦/- નાં મુદ્દામાલ સાથે આરોપી ખાલીદભાઇ અકબરભાઇ કાદરી (ફકીર) ઉ.વર્ષ.૩૫ રહે નુરમામાનાં  ખાંચામાં બગીચા ચોક મહુવાવાળાને પકડી આરોપી વિરૂધ્ધ ગુનો રજી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ.

Previous articleપાલિતાણાની સગીરાને ભગાડી જનાર ફરિયાદકાનો શખ્સ ઝબ્બે
Next articleજીવનમાં સંપ ખૂબ જરૂરી છે : પૂ.મહંતસ્વામી