મહિલા કોસ્ટેબલ ઉપર અજાણ્યાં શખ્સનો હુમલો

1881

વરતેજ પોલીસ મથકમાં મહિલા કોન્સ્ટેબલ દુષ્કર્મની ફરિયાદીની તપાસ અર્થે સર.ટી. હોસ્પિટલ ગયા હતા ત્યારે અજાણ્યા શખ્સે બોલાચાલી કરી મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કર્યાની નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગત મુજબ વરતેજ પોલીસ મથકમાં ફરજ બજાવતાં મંજુલાબેન હિતેષભાઈ પરમાર દુષ્કર્મની ફરિયાદીની તપાસ કરાવવા સર.ટી. હોસ્પિટલ ગયા હતા ત્યાં દરવાજાની આડે ઉભેલા શખ્સને એક બાજુ જવાનુંક હેતા ઉશ્કરાઈ ગયેલા શખ્સે જીભા જોડી કરી તું ભલે પોલીસવાળી હોય તું નોકરી કેમ કરે છે તે જોઈ લઈશ તેમ કહીં લાફાવાળી કરી પાટુ મારી મુંઢ ઈજાઓ કરી નાસી છુટયો હતો. બનાવ અંગે મહિલા કોન્સ્ટેબલ મંજુલાબેને અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ આપતા નિલમબાગ પોલીસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Previous articleઆશાવર્કર બહેનો દ્વારા હેરાનગતિના વિરોધમાં મહાપાલિકા સામે ધરણા
Next articleકુંભારવાડામાં મોડીરાત્રે ભંગારના ડેલામાં આગ