ભારતના પૂર્વી સલામી બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ ૨૩ નવેમ્બરથી શરૂ થઇ રહેલી દુનિયાની પ્રથમ ૧૦ ઓવરોની લીગના આઇકોન ખેલાડીઓ તરીકે પસંદગી કરવામાં આવી છે. સહેવાગ સિવાય પાકિસ્તાનનાં શાહિદ અફ્રીદી અને ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બેંડન મેકુલમ પણ આ ટૂર્નામેન્ટના બીજા ચરણ માટે આઇકન તરીકે પસંદગી કરવામા આવી છે. આ લીગ આઇસીસી અને ઇસીબીની માન્યતા પ્રાપ્ત છે.
લીગમાં દસ દિવસ અંદર ૨૯ મેચ રમાશે જ્યારે ગત વર્ષે આ ટૂર્નામેન્ટ ચાર જ દિવસની હતી. ટી૧૦ લીગમાં રોશન મહાનામા અને વસીમ અકરમને ટેક્નીકલ સમિતિ અને પ્રતિભા શોધ કાર્યક્રમના નિર્દેશક તરીકે પસંદગી કરવામાં આવી છે.
આ ટૂર્નામેન્ટમાં આંઠ ટીમો કેરાલ કિંગ્સ, પંજાબ લેઝેન્ડસ, મરાઠા અરેબિયન્સ, બાંગાળ ટાઇગર્સ, કરાચિયંસ, નાર્દર્ન વોરિયર્સ અને પખતુન્સ ભાગ લેશે. આ વર્ષે કરાચિયન્સ અને નાર્દર્ન વોરિયર્સ પ્રથમવાર રમશે.

















