ભાવનગર શહેર હોમગાર્ડઝ યુનિટનું સ્નેહમિલન યોજાયું

878
bvn1162017-9.jpg

આજરોજ ભાવનગર શહેર હોમગાર્ડઝ યુનિટ દ્વારા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ડી.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્નેહમિલન કાર્યક્રમ, વ્યસનમુક્તિ, ૧પમી ઓગષ્ટ સેરેમોનીયલ પરેડ પ્રમાણપત્ર વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા હોમગાર્ડઝ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા ઈન્સ્પેક્ટર, તમામ સ્ટાફ ઓફિસર, તમામ યુનિટ અધિકારી તેમજ તમામ જવાનો તથા મહિલાઓએ મોટીસંખ્યામાં હાજરી આપેલ.
કાર્યક્રમને સફળ બનાવવા યુનિટ અધિકારી, જવાનો તેમજ ઓફિસર કમાન્ડીંગ એલ.સી. કોરડીયાએ જહેમત ઉઠાવેલ.

Previous articleનંદકુંવરબા કોલેજમાં ચીકનગુનિયા, ડેન્ગ્યુથી બચવા ટ્રેનીંગ કેમ્પ યોજાયો
Next articleપાલીતાણામાં ગિરીરાજની સ્વચ્છતા માટે યાત્રિકોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા