સ્ટાર ધર્મેન્દ્ર ઉપર બાયોપિક ફિલ્મમાં સની કામ કરી શકે

1364

બાયોપિક ફિલ્મના દોર વચ્ચે હવે સની દેઓલ પણ કામ કરવાની યોજના ધરાવે છે. જો કે હોમ પ્રોડક્શન હેઠળ ફિલ્મ બનાવવાની યોજના છે. વિતેલા વર્ષોના સદાબહાર અભિનેતા ધર્મેન્દ્ર પર ફિલ્મ બનાવવાની તૈયારી સની દેઓલ દ્વારા હાથ ધરવામાં આવી છે.  સ્ટાર અભિનેતા સની દેઓલનું કહેવું છે કે,  અમને એક લેખકની જરૂર છે. સાથે સાથે પુરતો સમય ફાળવી શકે તેવા પટકથાકારની જરૂર છે. ધર્મેન્દ્ર ઉપર બાયોપિક ફિલ્મ બનાવવાની બાબત સરળ દેખાતી નથી. કારણ કે, અનેક મામલાઓમાં ધર્મેન્દ્ર ઉપર વધારે સંશોધન કરવાની જરૂર છે. ધર્મેન્દ્ર સાથે ખુબ નજીકના અંતરથી મળીને આ બાયોપિક ફિલ્મ બનાવવાની રહેશે. દરેક વ્યક્તિ ધર્મેન્દ્રના સંદર્ભમાં દરેક બાબત જાણે છે જેથી કોઇપણ ફિલ્મ બનાવતી વેળા બાબતોને સારીરીતે આવરી લેવાની જરૂર રહેશે. ખુબ શાનદારરીતે ફિલ્મને રજૂ કરવાની રહેશે.

Previous articleદીપશિખા નાગપાલ ફરી એક વાર નકારાત્મક પાત્રમાં જોવા મળશે!
Next article૧૬ અછતગ્રસ્ત તાલુકાઓમાં ખેડૂતો માટે પાણી તેમજ રોજગારીની વ્યવસ્થા કરાશે