મારામારીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

784

ભાવનગર પોલીસ દ્વારા શહેર-જિલ્લામાં વિવિધ ગુનાઓ આચરી લાંબા સમયથી ફરાર જાહેર થયેલ આરોપીઓને ઝડપી લેવા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હોય દરરોજ અલગ-અલગ ગુના કામના આરોપીઓને ઝડપી લઈ વણઉકેલ ગુનાઓ ડીટેક્ટ કરવામાં આવી રહ્યાં છે.

જે સંદર્ભે પોલીસ વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા (સ્વા)માં રહેતો કેતન ઉર્ફે ચેતન ઉર્ફે ચિંતન ઈશ્વર મિસ્ત્રી ઉ.વ.૩પવાળો છેલ્લા એકાદ વર્ષથી મારામારીના ગુના સંદર્ભે ફરાર હોય આજરોજ આ આરોપી શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલ પેટ્રોલપંપ પાસે આવી રહ્યો હોવાની બાતમી એસઓજી પોલીસ ટીમને થતા આ શખ્સને વોચ રાખી ઝડપી લઈ નિલમબાગ પોલીસ મથકમાં સોંપી વધુ તપાસ હાથ ધરી છે.