ત્રણ વર્ષથી અપહરણના ગુનામાં ફરાર શખ્સ ઝડપાયો

841

છેલ્લા ત્રણ વર્ષથી અપહરણના એક ગુન્હા સબબ પોલીસ ચોપડે નાસતા ફરતા આરોપીને ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પોલીસ બાતમી આધારે ઝડપી લઈ ડી ડીવીઝન પોલીસ મથકે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજથી ૩ વર્ષ પૂર્વે મહુવા પોલીસ મથકમાં વરતેજ તાબેના ઉંડવી ગામે રહેતા રમેશ કલા પાળદિયા ઉ.વ.ર૪ વિરૂધ્ધ આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધાયો હતો ત્યારબાદ આ આરોપી પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હોય જેમાં આજરોજ એસઓજી ટીમને મળેલ ચોક્કસ બાતમી આધારે શહેરના બોરતળાવ સરીતા સોસાયટીના નાકા પાસેથી ઝડપી લઈ ડી ડીવીઝન પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleતળાવનું પાણી પિયત અર્થે છોડવા માંગ
Next articleતાપમાન ૩૮ ડિગ્રીને પાર થતા તિવ્ર ગરમીનો પ્રકોપ