ધરસભાથી કુટુંબમાં સમજણનો દિવો પ્રગટે છે – પૂ. મહંત સ્વામી

1209

ભાવસભરનગરી ભાવેણાને આંગણે બી.એ.પી.એસ. સંસ્થાના વડા પરમ પુજય મહંતસ્વામી મહારાજ સતત આઠ દિવસથી સત્સંગની હેલી વરસાવી રહ્યા છે. વહેલી સવારે પૂ. સ્વામીની પ્રાતઃ પૂજાના દર્શને નિત્ય શહેર વિવિધવિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડે છે. અને સૌને હૈયે ભક્તિની ભરતી ચઢે છે. વળી નિત્ય સંધ્યા સમયે યોજાતી સત્સંગસભાઓમાં પૂઉ સ્વામીના દર્શન- આર્શીવાદ પામી સૌ કોઈ અંતરમાં અલૌકિક અધ્યાત્મ-આનંદ અનુભવી રહ્યા છે.  આજે ધરમસભાદિનની ઉજવણી પ્રસંગે પરમ પૂજય મહંતસ્વામી મહારાજે આશિષ આપતા જણાવ્યું હતું કે, માનવીમાં રહેલો માન નામનો જાયન્ટ દોષ બધા કાર્યો બગાડે છે. ઝેરનું એક બુંદ બે મણ દુધપાકને બગાડી નાખે છે તેમ થોડું માન ભોજન-ભક્તિ- સત્સંગમાં અંતરાયરૂપ નિવડે છે. અજ્ઞાન એ માનનું મુળ છે. સત્સંગ કરવા છતાં અજ્ઞાને કરીને માન રહી જાય છે. પૂ. સ્વામીને માન ટાળવાનો ઉપાય બતાવતા જણાવ્યું હતું કે, સત્સંગમાં દરેકની પરીક્ષા થવાની જ છે. હરિભક્ત ભગવાનનો ખપ રાખી અંતઃદ્રષ્ટિ કરી પ્રભુને પ્રાર્થના કરતો રહે તો સત્સંગમાં ટકી જાય તેમજ સંતને મોક્ષના દાતા અને દાસ થઈ સત્સંગ કરે તો નિર્માનીપણાના બહુમોટાગુણને પામે છે. દાસપણુ એટલે એકસપ્રેસ હાઈવ ટુ અક્ષરધામ પૂ. સ્વામીએ ધરસભાનો મહિમા ટ્રઢવણા જણાવ્યું હતું કે, ઘરસભા એક એવી સંજીવની જે ગૃહશાંતિ રાજમાર્ગ છે. ધરસભાથી કુટુંબમાં સંવાદિતા અને સમજણનો દિવો પ્રગટે છે. અને સૌને મુખ્‌-શાંતિનો અનુભવ થાય છે.

આજે યુવાદિનની ઉજવણી

તા. ૭-૧૦ આજે રવિવારે સાંજે પ-૩૦ વાગે સત્સંગસભામાં યુવાદિન નિમિત્તે સંસ્થાના વિદ્વાન અને મોટીવેશ્નલ સ્પીકર પૂજય જ્ઞાનવત્સલસ્વામી યુવાશક્તિનું રહસ્ય વિષય પર ચાવીરૂપ પ્રવચન આપશે તેમજ યુવકો સુંદર પ્રેરણાસભર કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી વિશેષ ભક્તિ – અર્ધ્ય અર્પણ કરશે.

Previous articleવે.રે.મ.સ. દ્વારા કર્મચારીઓના પ્રશ્નો અંગે કરાયેલી રજુઆત
Next articleરેલ્વેના વિવિધ પ્રશ્નો અંગે ચેમ્બર દ્વારા રેલ્વે બોર્ડના ચેરમેન લોહાનીને રજુઆત