‘સિમ્બા’માં બાજીરાવ સિંઘમની એન્ટ્રી..!!

1098

રોહિત શેટ્ટીના દિગ્દર્શન હેઠળ બની રહેલી ‘સિમ્બા’માં રણવીર સિંહ સંગ્રામ ભાલેરાવ નામના એક પોલીસ ઇન્સ્પેક્ટની ભૂમિકામાં દેખાશે આ વાત તો જગજાહેર છે. તાજી અને ગરમાગરમ ખબર તો એ છે કે આ ફિલ્મમાં બાજીરાવ સિંઘમ પણ દેખાશે. જી હા, આ મસાલા ફિલ્મમાં અજય દેવગણ પણ બાજીરાવ સિંઘમનું પાત્ર ભજવતો જોવા મળશે. રોહિત રણવીર અને અજયને પહેલી વાર મોટા પડદે સાથે લાવી રહ્યો છે.

જોકે, અજયનો રોલ ખૂબ જ નાનો હશે પણ દમદાર હશે એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તમને તો ખબર છે કે અજય દેવગણ અને રોહિત શેટ્ટી ગાઢ મિત્રો છે અને રણવીર પહેલી વાર રોહિત સાથે કામ કરી રહ્યો છે. અજયને આ ફિલ્મમાં લાવવાનું કારણ તો રોહિત અને તેના વચ્ચેની મિત્રતા જ છે. સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન રણવીરની હીરોઇનની ભૂમિકા ભજવતી જોવા મળશે. તેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ભરપૂર મનોરંજન અને મસાલા ફિલ્મ ‘સિમ્બા’ બ્લૉકબસ્ટર સાબિત થશે. હવે જોવું રહ્યું કે ૨૮મી ડિસેમ્બરે આ ફિલ્મ બૉક્સઓફિસ પર કેવો કમાલ દેખાડે છે. તમને જણાવી દઇએ કે ‘સિમ્બા’ એ સાઉથની ‘ટેમ્પર’ની રિમેક છે.

Previous articleકેબીસીના મંચ પર માતાનો અવાજ સાંભળી ભાવુક બિગ બી
Next articleનથી સલમાન મારો ભગવાન કે નથી બિગ બૉસ મારુ સ્વર્ગ : તનુશ્રી દત્તા