મહુવા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયો

1058

ગાંધીજીની ૧૫૦મી જન્મ જ્યંતીની ઉજવણીના ભાગરૂપે જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર અને ડી.આઈ.ઈ.ટી.-ભાવનગર પ્રેરિત તથા મહુવા એમ.એસ.બી.કલસ્ટર-૯ આયોજિત કલસ્ટર કક્ષાનો કલા ઉત્સવ એમ.એસ.બી.શાળા નં.૬માં કલસ્ટરના કો.ઓર્ડિનેટર રમેશભાઈ સેંતાના આયોજન નીચે યોજાયેલ. શાળા કક્ષાએ યોજાયેલ કલા ઉત્સવમાં વિવિધ સ્પર્ધામાં ૨૭૬ સ્પર્ધકોએ ભાગ લીધેલ. જે પૈકી દરેક શાળામાં દરેક સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા સ્પર્ધકો માટે યોજાયેલ કલસ્ટર કક્ષાની સ્પર્ધામાં કુલ ૨૪ સ્પર્ધકોએ પોતાની કલાને ઉજાગર કરેલ. જેમાં ચિત્ર સ્પર્ધામાં શાળા નં.૬ની વિદ્યાર્થીની રાઠોડ ધરતી વિજયભાઈ, શાળા નં.૮ની વિદ્યાર્થીની શેખ નગ્મા સોહિલભાઈ, શાળા નં.૯ની વિદ્યાર્થીની લોન્ડિયા શીફા સલુભાઈ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ. કાવ્ય લેખન સ્પર્ધામાં શાળા નં.૬નો વિદ્યાર્થી ચુડાસમા મંત્ર કિશનભાઈ, શાળા નં.૯ની વિદ્યાર્થીની સરમાળી મુસ્કાન રજાકભાઈ, શાળા નં.૪ની વિદ્યાર્થીની ભીલ દેવ્યાની ભરતભાઈ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ. નિબંધ લેખન સ્પર્ધામાં શાળા નં.૯ની વિદ્યાર્થીની જાની યશસ્વી પ્રફુલ્લભાઈ, શાળા નં.૪નો વિદ્યાર્થી વાળા વિશાલ ભરતભાઈ, શાળા નં.૮નો વિદ્યાર્થી સાણંદવાળા મ.સિદ્દિક ખાલિદભાઈ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ. વક્તૃત્વ સ્પર્ધામાં શાળા નં.૬ની વિદ્યાર્થીની શેખ અક્ષા જલાલભાઈ, શાળા નં.૯ની વિદ્યાર્થીની પાયક આયશા અફઝલભાઈ, શાળા નં.૮નો વિદ્યાર્થી હમદાની મુસ્તુફા સૈયદભાઈ અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ. દરેક સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા સ્પર્ધકને તાલુકા કક્ષાના કલા ઉત્સવમાં પોતાની કલા કંડારવા મળશે. દરેક સ્પર્ધામાં કલસ્ટર કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતાને સ્પર્ધકને ૩૦૦ રૂપિયા, દ્વિતીય ક્રમે વિજેતા સ્પર્ધકને ૨૦૦ રૂપિયા અને તૃતીય ક્રમે વિજેતાને સ્પર્ધકને ૧૦૦ રૂપિયા ઈનામ આપવામાં આવેલ. દરેક સ્પર્ધા દીઠ ત્રણ-ત્રણ નિર્ણાયક રાખવામાં આવેલ. શાળા નં.૬ પરિવાર દ્વારા કલા ઉત્સવની સુંદર વ્યવસ્થા કરી આપવામાં આવેલ.

Previous articleખેલમહાકુંભમાં મોટી પાણીયાળી ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ઠ દેખાવ
Next articleમોટી રાજસ્થળી કલસ્ટરમાં કલા ઉત્સવ ઉજવણી કરવામાં આવી