લૂંટના ગુનામાં ફરાર થયેલ ગારિયાધારનો શખ્સ ઝડપાયો

1195

 

ભાવનગર તા. ૭

અમરેલી જીલ્લાના દામનગર પોલીસ મથકમાં નોંધાયેલ લૂંટના ગુનાના આરોપીને એલસીબી ટીમે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ગારીયાધાર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ગારીયાધાર, નવાગામ રોડ ઉપર આવતાં હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ બી.ગોહિલ તથા પો.કો. જીતેન્દ્દસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, અમરેલી જીલ્લાનાં દામનગર પો.સ્ટે. ઇ.પી.કો.કલમઃ-૩૯૪ મુજબનાં ગુન્હાનાં કામે નાસતો ફરતો આરોપી કેશુભાઇ જુઠાભાઇ દે.પુ. ગારીયાધાર,આઇ.ટી.આઇ. પાસે,નવાગામ રોડ, પેટ્રોલપંપ ની સામે સફેદ શર્ટ તથા પેન્ટ પહેરેલ છે.તેણે માથામાં મફલર બાંધી ઉભો છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં આરોપી કેશુભાઇ જુઠાભાઇ વાઘેલા ઉ.વ.૫૫ રહે.બેલા રોડ, મફતપરા, ગારીયાધારવાળો હાજર મળી આવેલ.જેથી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને ગારીયાધાર પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.

Previous articleલૌકિક પદાર્થને કચરા જેવા માનશો ત્યારથી સત્સંગની શરુઆત થાય છે – પુ.મહંતસ્વામી
Next articleનવી માણેકવાડી પાસે મહિલાના પર્સની લૂંટ કરનાર શખ્સ ઝબ્બે