નવી માણેકવાડી પાસે મહિલાના પર્સની લૂંટ કરનાર શખ્સ ઝબ્બે

1069

શહેરના શિશુવીહાર નવી માણેકવાડી પાસેથી બપોરના સમયે પસાર થઈ રહેલ મહિલાના પર્સની લૂંટ ચલાવનાર શખ્સને એલસીબી ટીમે ગપતરીની કલાકોમાં ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

બોરડીગેટ, ડો.જોગદિયાનાં દવાખાના પાસે આવતાં પો.કો. વિઠ્ઠલભાઇ બારૈયા તથા ઇમ્તીયાઝખાન પઠાણને બાતમીરાહે હકિકત મળેલ કે, ડો.જોગદીયાનાં દવાખાના સામે જાહેર રોડ ઉપર સફેદ કલરનાં એકટીવા સ્કુટર રજી.નં.ય્ત્ન-૪-ઝ્રદ્ભ ૫૪૪૧ લઇને ઉભેલ ઇસમ શંકાસ્પદ છે.જેથી તેને ઉભો રાખી નામ-સરનામું પુંછતાં રાહુલભાઇ નરભેરામભાઇ ચાવડા ઉ.વ.૨૦ રહે. ઉ.કૃષ્ણનગર, વણકરવાસ, ભાવનગર વાળો હોવાનું જણાવેલ. તેની ઉપરોકત સ્કુટર બાબતે પુછપરછ કરતાં સ્કુટર તેનાં મિત્ર વિજયભાઇ ચૌહાણ રહે.ઉ.કૃષ્ણનગર, વણકરવાસ, ભાવનગરવાળાનું હોવાનું જણાવેલ.તેની અંગજડતી કરતાં સફેદ કલરનાં લેડીઝ પર્સમાંથી રૂ.૫૦૦/-નાં દરની નોટ નંગ-૮, રૂ.૧૦૦/નાં દરની નોટ નંગ-૪ એમ કુલ રૂ.૪,૪૦૦/- તથા બોદીલા રીઝવાન અબ્દુલભાઇ રહે.પ્લોટ નં.૫૫૬/એ,બાગ-એ-સૈયદ, નવી માણેકવાડી,શિશુવિહાર સર્કલ, ભાવનગરવાળાનાં નામનાં આધાર કાર્ડની નકલ મળી આવેલ. જે પર્સ બાબતે તેની પુછપરછ કરતાં તેણે આજરોજ શિશુવિહાર સર્કલ મહેંદી સ્કુલ પાસે એક બહેનનાં હાથમાંથી પર્સ ઝુંટવી લીધેલ હોવાની કબુલાત કરેલ.જેથી તેની પાસેથી કુલ રૂ.૨૯,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. આજરોજ મુમતાજબેન રીઝવાનભાઇ અબ્દુલભાઇ બોદીલા રહે.પ્લોટ નં.૫૫૬/એ, બાગ-એ-સૈયદ, નવી માણેકવાડી, શિશુવિહાર સર્કલ, ભાવનગરવાળા પોતાનાં ફેમીલી ડોકટર પાસેથી દવા લઇને ઘર તરફ પરત આવતાં હતાં.તે દરમ્યાન કલાકઃ-૧૨/૩૦ વાગ્યે નવી માણેકવાડી, નાના સર્કલ પાસે એક સફેદ કલરનાં એકટીવા સ્કુટર ચાલકે ધક્કો મારી પછાડી દઇ તેઓનાં હાથમાં રહેલ લેડિઝ પર્સ લઇ ભાગી ગયેલ.જે અંગે તેઓએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવેલ.

Previous articleલૂંટના ગુનામાં ફરાર થયેલ ગારિયાધારનો શખ્સ ઝડપાયો
Next articleવિનુભાઈ ગાંધીએ કરેલા કાર્યોના પુસ્તક અધાર્મિક ધાર્મિક્તાનું થયેલું વિમોચન