ભાવનગર-ઘોઘામાં તમાકુની બનાવટ વેચતા વેપારીઓને ત્યાં ચેકીંગ કરાયું

1092
bhav952017-5.jpg

૧૮ વેપારીઓ પાસેથી પ૯૮૦નો સ્થળ પર દંડ વસુલાયો તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ”નું  સઘન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ/રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ. એફ. પટેલના માર્ગદર્શન નીચે તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા ભાવનગર ઘોઘા વિસ્તાર/શહેરીમાં તથા કુડા ગામમાં આવેલ શૈક્ષણિક સંકુલોની આસપાસ તેમજ  અન્યવિસ્તાર ખાતે ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ આકસ્મિક ચેકિંગ હાથ ધરી  ૧૮ દુકાન ધારકો પાસેથી રૂ. ૫૯૫૦ નો દંડ વસુલ કરવામાં આવેલ. 

Previous article વેરાવળ ખાતે  કારકિર્દી સપ્તાહનો થયેલો પ્રારંભ
Next article ટીચર્સ ડે કોમ્પીટીશન