દશહરાના આઇટમ સોંગમાં દેખાશે બાહુબલી ફેમ સ્કારલેટ વિલ્સન

0
759

નીલ નીતિન મુકેશ અને ટીના દેસાઈ અભિનીત ફિલ્મ દશહરામાં નીલ પહેલી વાર પોલીસ ઓફિસરની ભૂમિકા કરી રહ્યો છે. ફિલ્મના આઇટમ સોંગને તાજેતરમાં ફિલ્માવવામાં આવ્યું હતું જેમાં આઇટમ ગર્લ સ્કારલેટ વિલ્સને ભરપૂર અંગપ્રદર્શન કર્યું છે. હકીકતમાં રેખા ભારદ્વાજ અને મધુશ્રીએ ગાયેલું આ ગીત રાજીજમાં લેવાનું હતું પણ નિર્માતાના આગ્રહને કારણે દશહરામાં લેવામાં આવ્યું.

અપર્ણા એસ. હોસંગ દ્વારા નિર્મિત અને મનીષ વત્સલ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ પોલિટિકલ થ્રિલર છે. દશહરામાં નીલ એની અગિયાર વરસની ફિલ્મી કરિયરમાં પહેલી વાર પોલીસ અધિકારીનું પાત્ર ભજવી રહ્યો છે. ફિલ્મમાં નીલ, ટીના ઉપરાંત ગોવિંદ નામદેવ પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here