પત્રકારત્વ પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘સાહિલ’નું શુટીંગ ભાવનગર-દિવમાં થશે

1391

ભાવનગરના લીલા ગ્રુપ દ્વારા ‘સાહિલ’ નામની ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં હિન્દી સિનેમાના ખ્યાતનામ ખલનાયક ‘પ્રેમ ચોપરા’ પણ અભિનય આપી રહ્યાં છે. એલએફસી ફિલ્મસના બેનર હેઠળ તૈયાર થઈ રહેલી ગુજરાતી ફિલ્મસનું શુટીંગ ભાવનગર શહેર અને દિવ સહિતના લોકેશન પર થઈ રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ‘સાહિલ’ અંગે લીલા ગ્રુપની સરોવર પોર્ટિકો હોટલ ખાતે યોજવામાં આવેલ. પત્રકાર પરિષદમાં ફિલ્મના પ્રોડ્યુસર અને લીલા ગ્રુપના ચેરમેન કોમલકાંત શર્મા, અભિનેતા પ્રેમ ચોપરા, ફિલ્મના મુખ્ય હિરો રાજન રાઠોડ, સૌરભ ભટ્ટ ઉપસ્થિત રહ્યાં હતા અને ફિલ્મ વિશે માહિતી આપી હતી. લીલા ગ્રુપની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘સાહિલ’ની કથા પત્રકારત્વ પર આધારિત છે. નિડર પત્રકારની કથાનકને રજૂ કરતી આ ફિલ્મ દર્શકોને અચુક ગમશે તેવો આશાવાદ ફિલ્મના પ્રોડ્યુસર કોમલકાંત શર્માએ વ્યક્ત કર્યો હતો.

Previous articleફેરી સર્વિસના વેસલની સફળ ટ્રાયલ
Next articleકતપર ગામે માલધારી સમાજે પોલીસ પહેરા વચ્ચે નવરાત્રિ નિમિત્તે મંદિરમાં દર્શન-પૂજા કરી