ભારતે એશિયા હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં જાપાનને 9-0થી હરાવીને લગાવી જીતની હેટ્રિક

1082

 ઓમાનની રાજધાની મસકટમાં રમાઈ રહેલી પુરૂષ હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતનું વિજયી અભિયાન ચાલું છે. રવિવારે રમાયેલી પોતાના ત્રીજા રાઉન્ડ રોબિન મેચમાં તેણે એશિયાડ ચેમ્પિયન જાપાનને 9-0થી હરાવ્યું હતું. ભારતે જાપાનને આ વર્ષે ઈન્ડોનેશિયામાં રમાયેલી એશિયન ગેમ્સમાં 8-0થી હરાવ્યું હતું પરંતુ જાપાને ગોલ્ડ મેડલ જીત્યો હતો તો ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો.

ભારત માટે લલિત ઉપાધ્યાયે (ચોથી અને 45મી), હરમનપ્રીતે (17મી અને 21મી) અને મનદીપ સિંહે (49મી અને 57મી) બે-બે ગોલ કર્યા હતા.

મેન ઓફ ધ મેચ રહેલા આકાશદીપે ફરી એકવાર શાનદાર ગેમ રમી હતી. તેણે 35મી મિનિટમાં ગોલ કર્યો પરંતુ આ સાથે ઘણા અન્ય ગોલમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરંત સિંહે 8મી અને કોઠાજીત સિંહે (42મી મિનિટ) ગોલ કરનાર અન્ય ખેલાડી રહ્યાં હતા.

ભારતે જાપાનને આ વર્ષે ઈન્ડોનેશિયામાં રમાયેલી એશિયન ગેમ્સમાં 8-0થી હરાવ્યું હતું પરંતુ જાપાને ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે ભારતીય ટીમને બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો હતો.
Previous articleરંગના હેરાથે કરી સંન્યાસની જાહેરાત
Next articleકપિલ શર્માની લગ્નની તારીખ જાહેર