ભારતના મુસલમાન પ્રભુ શ્રીરામના વંશજ,મુગલોના નહિ : ગિરિરાજસિંહ

780

અયોધ્યાના રામમંદિરના નિર્માણને લઈને દેશમાં ચાલી રહેલી પરિસ્થિતિઓની વચ્ચે કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે ફરી એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે ભારતમાં રહેનારા મુસલમાનો રામના વંશજ કહી નાખ્યા અને કહ્યું કે ભારતના મુસલમાન પ્રભુ શ્રીરામના વંશજ છે, મુગલોના નહીં.

આ ઉપરાંત ગિરિરાજસિંહે એમ પણ કહ્યું કે મુસલમાનોએ મંદિર નિર્માણ પર શિયાઓની જેમ આગળ આવવું જોઈએ. કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે બાગપતના સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ કોલેજમાં જનસંખ્યા સમાધાન ફાઉન્ડેશનની જનસંખ્યા કાયદારેલીમાં મુખ્ય અતિથિ તરીકે આ વાત કહી.

ગિરિરાજસિંહે એમ પણ કહ્યું કે દેશના ૫૪ જિલ્લાઓમાં હિન્દુઓની સંખ્યા ઘટી છે અને દેશની પરિસ્થિતિ બગડી રહી છે, જ્યાં હિન્દુ ઘટ્યા છે ત્યાં સામાજિક સમરસતા તૂટી છે.

દેશમાં અલ્પ સંખ્યકોની પરિભાષા પણ બદલાવી જોઈએ કેમ કે જ્યાં પાંચથી ૧૦ ટકા છે ત્યાં પણ અલ્પસંખ્ય અને જ્યાં કોઈ વિશેષ સમુદાયની ૯૦ ટકા વસ્તી છે ત્યાં પણ અલ્પસંખ્યક છે તો તેની નવી પરિભાષા બનવી જોઈએ.

રામમંદિર નિર્માણ અને જનસંખ્યા કાયદા પર પુછાયેલા એક સવાલના જવાબમાં ગિરિરાજસિંહે કહ્યું કે દરેક મોરચા પર વોટના સોદાગર ઊભા છે. તેથી જ્યારે જનભાગિતા થશે તે દિવસે રામમંદિર પણ બનશે અને જનસંખ્યા પર કાયદો પણ બનશે.

Previous articleટ્રેડવૉર ઈફેક્ટ : ચીનની સૌથી અમીર મહિલા ઝૂ ક્વિનફેની સંપત્તિ ૬૬ ટકા ઘટી
Next articleમને માફ કરજો સરકાર બાળ જાતીય સતામણીના ગુનાઓ રોકવામાં નિષ્ફળ રહી : ઓસી.પ્રધાનમંત્રી