PM મોદી : ‘હું નહીં આપણે’

689

વડા પ્રધાન મોદીએ બુધવારે મેં નહીં હમ પોર્ટ અને એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ કાર્યક્રમમાં આઇટી અને ઇલેક્ટ્રોનિક વિનિર્માણ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગપતિ તથા કર્મચારીઓે જોડાયા હતા. સેલ્ફ ફોર સોસાયટીની થીમ પર કામ કરતી આ વેબસાઇટ આઇટી ક્ષેત્ર સાથે જોડાયેલા વેપારીઓ અને સંગઠનોને સામાજિક ચિંતા અને સમાજ સેવા સાથે જોડાયેલા તેમના પ્રયાસોને એક સાથે એક મંચ પર લાવવાનું સ્ટેજ આપશે. લોન્ચિંગ બાદ વડાપ્રધાન મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે સ્વપ્રેરણાથી વસ્તુ બદલાઇ છે.

વડાપ્રધાન મોદીએ દિલ્હીના નેહરુ સ્ટેડિયમ ખાતે એક લાખથી વધુ આઇટી તજજ્ઞોને સંબોધ્યા હતા. જેમાં પીએમ મોદીએ જણાવ્યું કે કેટલાક લોકોના સંતોષ માટે કેટલાક લોકો કામ કરે છે, સ્વપ્રેરણાથી વસ્તુઓ બદલાય છે, કોઇપણ કાર્યમાં સામુહિકતા જોડાય ત્યારે તાકાત બને છે અને આ તાકાતથી સમાજમાં બદલાવ આવે છે. ભારતનું ભવિષ્ય ટેક્નોલોજીમાં છે, લોકોએ મદદ માટે આગળ આવવું જોઇએ. જ્યાં છો તેનાથી આગળ વધવાનો પ્રયાસ કરવો જોઇએ. વિશ્વ ભારતને લીડરની દ્રષ્ટીએ જુએ છે. આ સિવાય મોદીએ ગાંધીજીના પોરબંદર સ્થિત ઘરને યાદ કરતાં જણાવ્યું કે ગંદકી માટે લોકોએ મનથી વિચારવું જોઇએ અને ગંદકી ન ફેલાવવી જોઇએ.

Previous articleવિરાટ કોહલીએ વનડેમાં બનાવ્યા સૌથી ઝડપી 10 હજાર રન
Next articleમી-ટૂ : પૂનામાં વિદ્યાર્થીનીઓના આરોપ બાદ બે પ્રોફેસર સસ્પેન્ડ