ભારત ઈઝરાયેલ પાસેથી ૫૬૦૦ કરોડની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદશે

699

ભારત રશિયા બાદ હવે ઇઝરાયલ પાસેથી પણ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદશે. ઇઝરાયલની એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (આઇએઆઇ)ને એલઆરએસએમ એર અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આઇએઆઇ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (બીઇએલ)ની સાથે ૫,૬૮૪ કરોડની આ ડીલમાં ભાગીદાર છે. મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ નેવીના ૭ જહાજો પર ગોઠવવામાં આવશે. આ સિસ્ટમનો ઉપયોગ ઇઝરાયલની નૌકાદળ સિવાય ભારતીય નૌકાદળ, વાયુસેના અને આર્મી કરે છે.

ભારતે રશિયા સાથે એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ડીલ કરી હતી. અમેરિકાને આ ડીલ સામે વાંધો હતો, પરંતુ હવે ભારતે અમેરિકાના સૌથી મોટાં ડિફેન્સ એસોશિએટ ઇઝરાયલ સાથે ડિફેન્સ ડીલ કરી છે.

આઇએસઆઇ અનુસાર, આ ડીલ બાદ બરાક-૮ની કુલ ડીલ ૪૪ હજાર કરોડ રૂપિયા (૬ બિલિયન ડોલર)ની થઇ ગઇ છે. ભારત અમારું મહત્વનું બજાર છે. અમે આ સ્થિતિને વધુ મજબૂત કરવા ઇચ્છીએ છીએ. બંને દેશઓના નેતા પણ કૃષિ અને આધુનિક ક્ષેત્રોમાં સહયોગ વધારવાના પક્ષમાં છે. ઇઝરાયલ અમેરિકા અને રશિયા સિવાય ભારતનું ત્રીજું મોટું હથિયાર સપ્લાયર બની રહ્યું છે.

ગયા વર્ષે આઇએઆઇએ ભારતીય સેના અને નેવીની સાથે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ માટે ૧૪ હજાર કરોડની ડીલ કરી હતી. જેમાં આઇએઆઇએ જમીનથી હવામાં પ્રહાર કરનાર ૮ બરાક મિસાઇલ સિસ્ટમ બનાવવા માટે બીઇએલને ભાગીદાર બનાવ્યું હતું.

બરાક હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે. શિપ પર તેનો ઉપયોગ એન્ટિ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ તરીકે કરી શકાય છે. તેને આઇએઆઇએ ઇઝરાયલ ડિફેન્સ મિનિસ્ટ્રી અને ઇન્ડિયન ડિફેન્સ રિસર્ચના સહયોગથી તૈયાર કરી છે. તેનો ઉપયોગ બંને દેશોની સેના કરે છે.

Previous articleઇશ્વરને પણ ખિસકોલીની જરૂર પડી હતી : પીએમ નરેન્દ્ર મોદી
Next articleવર્મા અને અસ્થાનાને રજા પર મોકલાયા