રાજુલા નગરપાલિકામાં કાયમી ચીફ ઓફીસરની નિમણુંક થતા લોકોને રાહત

634

રાજુલા નગરપાલિકામાં ખાલી પડેલ ચીફ ઓફિસરની નવ નિયુકિત ઉદયભાઈ નસીતની થતા શહેરના અટકી પડેલ કામો હાથ ધરાયા ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા પ્રમુખ બાધુબેન સહિત ટીમે આવકાર્યા.

રાજુલા નગરપાલિકામાં ચીફ ઓફિસર કે જેના આધારે શહેરમાં તમામે તમામ વિકાસના કામો થતા હોય છે પણ ઘણા સમયથી ખાલી રહેલ ચીફ ઓફિસરની જગ્યા કાયમી નિમણુંક કરવા ભાજપ જિલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા, રાજુલા માર્કેટ યાર્ડ ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, રાજુલા શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ દવે સહિત છેક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પાસે રૂબરૂ જઈ રાજુલાની જનતા માટે નગરપાલિકાનો રૂંધાતા વિકાસ માટે કાયમી ચીફ ઓફીસરની માંગ કરતા અને નગરપાલિકામાં નવ છત્રજીતભાઈ ધાખડા અને બાલાભાઈ વાણીયા તેમજ તેની ટીમ દ્વારા વિકાસના કામો શરૂ તો કરાયા પણ ચીફ ઓફિસરની સહીઓ વગર તમામ કામો ઠપ્પ થયેલ તેમજ શહેરની જનતાના અનેક પ્રકારના કામો બંધ થઈ ગયેલ પણ નવ નિયુકત ચીફ ઓફિસર ઉદયભાઈ નસીતની નિમણુંક થતા અને તેણે ચાર્જ સંભાળતા વિકાસના કામોનો ઉદય થતા રાજુલા શહેરના વેપારી એસોસીએશન પ્રમુખ બકુલભાઈ વોરા, નગરપાલિકા ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડાએ સૌપ્રથમ નગરપાલીકાના વિકાસના કામોને  વેગ આપી અને રાજુલાના સફાઈ કામદારોને જે છુટા કરેલ તેને ફરી પાછા નોકરીએ ચડાવી દેવા વિશે ગહન ચર્ચા કરતા ચીફ ઓફિસર ઉદયભાઈ નસીત સાથે ચીફ ઓફિસર ચેમ્બરમાં ખાસ મીટીંગ કરેલ.

Previous articleપચપચીયા ગામે નાળુ ખુલ્લુ મુકયાના પાંચમાં દિવસેજ પાઈપ ફાટી જતા ટ્રક ફસાયો : રોષ
Next articleરાણપુરમાં સરકારી દવાખાના પાસે આવેલ  પશુ માટેનો અવેડાની સફાઈની માંગણી