પચપચીયા ગામે નાળુ ખુલ્લુ મુકયાના પાંચમાં દિવસેજ પાઈપ ફાટી જતા ટ્રક ફસાયો : રોષ

917

ખાંભા ઉના સ્ટેટ હાઇવે ઉપર ખાંભાના છેવડાના પચપચીયા ગામના પાદરમાં ચોમાસાના પાણીનો ભરાવો થવાથી માનવ વસ્તીમાં પાણી ફરી વળવાના કારણે અનેકવાર રજુવાતો કર્યા બાદ હાઈવે ઉપર પુલના બદલે ભૂંગળા નાખી બનાવવામાં આવેલ નાળાનું ભૂંગળુ ટ્રકનો ભાર સહન ન કરી શકવાના કારણે ભૂંગળુ ફાટી જતા ટ્રક ફસાવાથી ટ્રાફિક જામ થવા પામેલ

નાળાના કામના પ્રારંભથી જ નાળાના નબળા કામ અંગે સ્થાનિક ગ્રામજનોએ માર્ગમકાન સ્ટેટ રાજુલા સબડીવિઝનમાં રજુવાતો કરાયા છતાં નાળા ના કામ કોઈ ભલીવાર ન હોય છતાં ગત તારીખ ૧૭-૧૦ના રોજ આ આ નાળુ વાહન વ્યવહાર માટે ખુલ્લું મુકવામાં આવેલ જે નાળા ઉપર સિમેન્ટ કોક્રીટ પાથરવા ની હોય જે પાથરેલ ન હોય ઉપર સ્ટોન કસર ની ડસ્ટ પાથરી નાળુ ચાલુ કરી દેવતા ચાલુ કરાયા પાંચમા દિવસેજ નાળા માં ફિટ કરવામાં આવેલ ભૂંગળા બેસી જતા ટ્રક ફસાતા ગ્રામજનોમાં રોશ ફેલાયેલ તેજ સમયે કોન્ટ્રાક્ટર દવારા પુલ ઉપર ડામર પથરવાનું કામ કરવા આવેલ માણસોને ગ્રામજનોએ કામકરતા અટકાવી જવાબદાર વિભાગ ના અધિકારીઓ સ્થળ ઉપર ન આવે અને નાળા નું ભૂંગળુ બદલવામાં ન આવે ત્યાં સુધી  કામ અટકાવેલ.

Previous articleરાણપુરમાં નદીકાંઠે આવેલ સ્વામિનારાયણ મંદીરે શરદપુર્ણિમાંની ઉજવણી કરાઈ
Next articleરાજુલા નગરપાલિકામાં કાયમી ચીફ ઓફીસરની નિમણુંક થતા લોકોને રાહત