વલ્લભીપુરમાં ઋષિ વાલ્મીકી ભગવાનની જન્મજયંતિ નિમિત્તે વાલ્મીકીવાસ ખાતે કાર્યક્રમનું આયોજન

826

વલ્લભીપુર ખાતે આજરોજ ઋષિ વાલ્મીકી ભગવાનની જન્મજયંતિ નિમિત્તે વાલ્મીકી સમાજના વિસ્તારમાં વિવિધ કાર્યક્રમનું આયોજન ભાજપા આગેવાન અને જિલ્લા સફાઈ કામદારના હોદ્દેદાર અશોકભાઈ વેગડે કરેલ. જેમાં આ વિસ્તારમાં રહેતા વાલ્મીકી સમાજને ઋષિ વાલ્મીકી ભગવાન વિશે વિસ્તૃત માહિતી આપેલ હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ ભાવનગર જિલ્લા ભાજપા મહામંત્રી દિલીપભાઈ શેટા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન નીતિનભાઈ ગુજરાતી વગેરે ભાજપના આગેવાનો તથા સામાજીક આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહેલ હતા તેમજ અશોકભાઈ વેગડ દ્વારા આ વિસ્તારના બાળકોને અભ્યાસ માટે ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરેલ હતું.

Previous articleકે.આર.દોશી પી.જી. સેન્ટરમાં કારકીર્દી માર્ગદર્શન સેમિનાર
Next articleલાઠીદડ, સોસીયા, સરદારનગર ખાતે બ્લડ બેંક દ્વારા રકતદાન કેમ્પ યોજાયો