વે.ઈન્ડિઝ ડ્‌વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

886

૨૦૧૯ના આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે તે પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમને એક મોટો ફટકો લાગ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલ રાઉન્ડર ડ્‌વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ૩૫ વર્ષીય સ્ટાર ક્રિકેટરે વેસ્ટ ઈન્ડિઝ તરફથી ૨૦૧૬માં અંતિમ મેચ રમી હતી, ત્યારથી તેને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું નથી. બ્રાવોએ કેરેબિયન ટીમ તરફથી કુલ ૨૭૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

બ્રાવોએ વેસ્ટ ઈન્ડિઝ તરફથી ૪૦ ટેસ્ટમાં ૨૨૦૦ રન બનાવાની સાથે ૮૮ વિકેટ પણ લીધી હતી. ટેસ્ટમાં તેણે ૩ સદી અને ૧૩ અડધી સદી ફટકારી હતી. ૧૬૪ વનડેમાં બ્રાવોએ ૨૯૬૮ રન બનાવવાની સાથે ૧૯૯ વિકેટ પણ લીધી છે. વન ડેમાં ૨ સદી અને ૧૦ અડધી સદી ફટકારી છે. વન ડેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર ૧૧૨ રન છે. ્‌૨૦ નિષ્ણાત ગણાતા બ્રાવોએ ૬૬ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં તેણે ૧૧૪૨ રન બનાવવાની સાથે ૫૨ વિકેટ પણ ઝડપી છે. ટી ૨૦માં તેણે ૪ અડધી સદી ફણ ફટકારી છે.

બ્રાવો ૨૦૧૦થી જ વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ ટીમમાંથી બહાર હતો. જ્યારે આખરી વન ડે તે ૨૦૧૪માં રમ્યો હતો. ૨૦૧૬માં પાકિસ્તાન સામે તે અંતિમ વખત  ટી-૨૦ મુકાબલો રમ્યો હતો. જે બાદ તે રાષ્ટ્રીય ટીમમાંથી બાકાત હતો. કેરેબિયન પ્રીમિયર લીગમાં શાનદાર પ્રદર્શન બાદ રાષ્ટ્રીય ટીમમાં પસંદગી થવાની આશા હતી પરંતુ ભારત સામે કોઈપણ ટુર્નામેન્ટમાં પસંદગી ન થવાના કારણે તેણે નિવૃત્તિ જાહેર કરી દીધી છે.

વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલ રાઉન્ડર ડ્‌વેન બ્રાવોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ૩૫ વર્ષીય સ્ટાર ક્રિકેટરે વેસ્ટ ઈન્ડિઝ તરફથી ૨૦૧૬માં અંતિમ મેચ રમી હતી, ત્યારથી તેને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું નથી. બ્રાવોએ કેરેબિયન ટીમ તરફથી કુલ ૨૭૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.

બ્રાવોએ વેસ્ટ ઈન્ડિઝ તરફથી ૪૦ ટેસ્ટમાં ૨૨૦૦ રન બનાવાની સાથે ૮૮ વિકેટ પણ લીધી હતી. ટેસ્ટમાં તેણે ૩ સદી અને ૧૩ અડધી સદી ફટકારી હતી. ૧૬૪ વનડેમાં બ્રાવોએ ૨૯૬૮ રન બનાવવાની સાથે ૧૯૯ વિકેટ પણ લીધી છે. વન ડેમાં ૨ સદી અને ૧૦ અડધી સદી ફટકારી છે.

Previous articleબોલિવૂડના સાથીઓ જાહેરમાં ગંદા લૂગડાં ધોઈ રહ્યા છે : જેકી
Next articleવિન્ડિઝ સામે ત્રણ મેચ માટે ભારતીય ટીમ જાહેર