ગૂગલ પર સર્ચ થવામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રથમ નંબરે,મોદીને પછાડ્યા!!

1201

લોકોને ગૂગલ પર આવવાનો ખૂબ શોખ હોય છે. અવારનવાર લોકો બીજાનાં મોઢે એવું કહેતા ફરતા હોય છે કે હું ગૂગલમાં છું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. ગૂગલ ટ્રેન્ડ્‌સ મુજબ, દેશના ભૂતપૂર્વ અને વર્તમાન મુખ્ય પ્રધાનોમાં યોગી આદિત્યનાથ સૌથી વધુ સર્ચ થયેલા નેતા છે. એટલું જ નહીં, છેલ્લા એક વર્ષથી તે નંબર વન પર છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીમાં ભાજપે તાજેતરમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકે સ્ટાર કેમ્પેન તરીકે પસંદગી કરી ત્યારે આ વલણો ચર્ચામાં આવ્યા હતા.

જો કે, આ રાજ્યોમાં યોગી આદિત્યનાથ રેલીઓ અને જાહેર સભાઓને સંબોધશે કે નહીં તે અંગે હજુ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. વાસ્તવમાં અગાઉની ચૂંટણીમાં આદિત્યનાથને ભાજપના સ્ટાર તરીકે પણ પસંદ કર્યા છે. કર્ણાટક, હિમાચલ પ્રદેશ, ગોવા અને ત્રિપુરામાં યોગીની લોકપ્રિયતા ભાજપમાં ખૂબ ઉભરી આવી. ગોરખનાથ મંદિરના મુખ્ય પાદરી યોગી આદિત્યનાથ બીજેપી શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનની લોકપ્રિયતામાં ખૂબ આગળ છે. આ વલણ મુજબ, યોગીનું નામ ૭૦ ટકા લોકોએ સર્ચ કર્યું, જેમાંના મોટા ભાગના લોકો કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. તેમાં યુપી, ત્રિપુરા, દાદર અને નગર હવેલી અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે. જો કે, આઇટી નિષ્ણાતોનું કહેવું છે કે ગૂગલ ટ્રેડ્‌સ માત્ર એ જ સમજાવે છે કે યોગી કેટલીવાર સર્ચ કરવામાં આવ્યા છે. નિષ્ણાત અનુસાર, ‘ગૂગલ ટ્રેન્ડ્‌સ કોઈ વ્યક્તિની લોકપ્રિયતા માટેનું માપદંડ નથી.’

Previous articleયૂપી : બદાયૂંમાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ
Next articleરાષ્ટ્રપતિ,વડાપ્રધાન,મંત્રીઓ હાથમાં વેદ લઈ પોતાના પદની શપથ લે : સત્યપાલસિંહ