ભાવનગર શહેર યુવા ઉત્સવ

1195
bvn15112017-10.jpg

જિલ્લા રમતગમત અધિકારી કચેરી, ભાવનગર શહેર દ્વારા તા.૧૪ નવેમ્બરના રોજ યશવંતરાય નાટ્યગૃહ ખાતે ભાવનગર શહેર યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરેલ. જેમાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ, લોકવાર્તા, શીઘ્ર વક્તૃત્વ, સર્જનાત્મક કામગીરી, ચિત્રકલા, લગ્નગીત, હળવું કંઠ્ય સંગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, લોકવાદ્ય, ભરતનાટ્યમ, કથ્થક, એકપાત્રીય અભિનય, લોકગીત, લોકનૃત્ય, એકાંકી, વાંસળી, ગિટાર જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. ભાવનગર શહેર યુવા ઉત્સવ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા સ્પર્ધકોના નામની યાદી આ સાથે સામેલ છે, જે પ્રથમ વિજેતા કલાકારો (રાજકોટ પ્રદેશ) સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ ભાવનગર શહેરનું પ્રતિનિધિત્વ કરશે.