બરવાળા હાઈવે પરથી ઈંગ્લીશ દારૂ સાથે શખ્સ ઝડપાયો : ર ફરાર

768

બરવાળા હાઈવે પર ૩ શખ્સ ઈંગ્લીશ દારૂ સાથે ઉભા હોવાની પૂર્વ બાતમી આધારે બરવાળા પોલીસે રેડ કરી ઈંગ્લીશ દારૂની ર૭ બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. જ્યારે બે નાસી જવામાં સફળ રહ્યાં હતા.

બોટાદ જીલ્લાના પોલીસ અધિક્ષક સજનસિંહ પરમાર દ્વારા પ્રોહી અંગેની બદીને નેસ્ત નાબુદ કરવા સુચના આપેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષક રાજદીપસિંહ નકુમના સીધા માર્ગદર્શન હેઠળના રોજ પો.સબ.ઇન્સ. આર.કે. પ્રજાપતી તથા સ્ટાફના હે.કો. કિરણસિંહ, પો.કોન્સ. બહાદુરસિંહ, પો.કોન્સ. પ્રધ્યુમનસિંહ, પો.કોન્સ. લગ્ધીરસિંહ, પો.કોન્સ. પરબતસિંહ, પો.કોન્સ. રાજદીપસિંહ પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ બાતમી આધારે બરવાળા હાઇવે રોડ ખોડીયાર મંદિર પાસે પ્રતાપ જીતુ રાવળ રહે. બરવાળા પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૭ કિ.રૂ. ૯૧૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ અને રેઇડ દરમ્યાન ગોકુળ ચુની સથવારા તથા મુકેશ ભીખા કોળી રહે. બન્ને બરવાળા વાળા નાસી ગયેલ તેઓના સામે પ્રોહીબીસન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની તપાસ પો.સ.ઇ. આર.કે.પ્રજાપતી ચલાવે છે.

Previous articleનિંદા ન કરે પણ નિદાન કરે એ સદગુરૂ – પૂ.બાપુ
Next articleનવી માણેકવાડી પાસેથી વૃધ્ધાના પર્સની લૂંટ કરનાર શખ્સ ઝબ્બે