પેન્થર એકસપ્રેસનો પ્રારંભ

1196

ભાવનગર ઉપરાંત મહુવા અને તળાજાની જનતા માટે મુંબઈ જવા માટેની વધુ એક સુવિધાનો પેન્થર એકસપ્રેસ દ્વારા પ્રારંભ કરાયો છે. મહુવા-તળાજા અને ભાવનગરથી મુંબઈ જવા માટે પેન્થર એકસપ્રેસ ર બાય ૧ એસી બસ સેવાનો માયા ટ્રાવેલ્સ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભાવનગરમાં માયા ટ્રાવેલ્સ ઉપરાંત રાજ એકસપ્રેસ, મહુવામાં રાજ એકસપ્રેસ, તળાજામાં બ્રહ્માણી ટ્રાવેલ્સ તથા ચામુંડા ટ્રાવેલ્સ, ભરૂચ હેડ ઓફીસ પેન્થર ટ્રાવેલ્સ તેમજ મુંબઈ ખાતે માયા ટ્રાવેલ્સ ખાતેથી બુકીંગ કરાવી શકાશે. આજે બસ સેવાના પ્રારંભે પેન્થર એકસપ્રેસ અને માયા ટ્રાવેલ્સના માલિકો તથા શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતાં.