ટોડા ગામની સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો

1266

પોલીસ મહાનિરીક્ષક નરસિંમ્હા કોમારની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ મળેલ હકિકત આધારે  આર.આર.સેલ.. ભાવનગર રેન્જ ભાવનગર ટીમ દ્વારા સોનગઢ પોલીસ સ્ટેશનના ટોડા ગામની સીમમાં ક્રિપાલસિંહ બોઘુભા ગોહિલ- દરબાર ઉવ.૨૯ રહે. ટોડા તા.શિહોર વાળાની વાડીના સેઢે ગેરકાયદેસર ધમ-ધમતી દેશી દારૂની ભઠૃી પર રેડ પાડી દેશીદારૂ ગાળવાની ડબલ-બેરલની બે-મોટી ભઠૃી ચલાવતા આરોપીઓ ક્રિપાલસિંહ બોઘુભા ગોહિલ- દરબાર ઉવ.૨૯ રહે. ટોડા તા.સીંહોર તથા નારણભાઇ મોહનભાઇ વાઘેલા-(દે.પુ) ઉવ.૪૫ રહે. ટોડા તા.સીંહોરને પકડી પાડી દેશીદારૂ. લીટર-૧૬૦ કિ.૩,૨૦૦/- તથા આથો લીટર-૧,૫૫૦ કિ.રૂ.૩,૧૦૦/-, આથો બજાવવા ઉપયોગમાં લેવાતો ગોળ-૫૬ ડબ્બા ૧૪૦૦ કિ.ગ્રા.કિ.રૂ.૧૪,૦૦૦/- તથા ભઠીના સાધનો, મોબાઇલ મળી કુલ રૂ. ૨૪,૩૦૦/-ના પ્રોહી મુદામાલ કબ્જે કરી સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

Previous articleભાવેણાના જીતે આંખે પાટો બાંધીને તલગાજરડા સુધી બાઈક ચલાવ્યું
Next articleભાલ, દરિયાકાંઠાની જમીનો મિઠા-કેમીકલ ઉદ્યોગને ન ફાળવવા માંગ