રમત અને બિઝનેસ સાથે કરી શકાય નહિ : વિરાટ કોહલી

1105

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે બધાનો એ ભ્રમ ખતમ કરી દીધો કે જે જાહેરાતો પર વધુ સમય પસાર કરે છે તે ક્રિકેટર પર ફોકસ નથી કરી શકતો. કોહલી અનેક બ્રાન્ડ્‌સની જાહેરાત કરે છે અને કેટલીક પોતાની પણ છે. એક પ્રોગ્રામમાં કોહલીએ કહ્યું કે “જ્યારે મે પ્રથમ ર્ઇખ્તહ (કપડાંની બ્રાન્ડ)ની એડ કરી હતી ત્યારે હું ૨૫-૨૬ વર્ષનો હતો. આ પછી પણ, લોકો વિચારે છે કે હું ૨૫ વર્ષની ઉમરથી જ બિઝનેસમાં જોડાઇ ગયો છું અને આ માટે મારી ઉંમર ખૂબ ઓછી છે. ‘

કોહલીએ કહ્યું કે ક્રિકેટ અને વ્યવસાય સંતુલિત કરવા એ એક ખેલાડી માટે મહત્વપૂર્ણ છે. તેણે કહ્યું કે, ‘ હું નથી માનતો કે રમત અને બિઝનેશ સાથે કરી શકાય નહીં. હું આ બધામાં વિશ્વાસ કરતો નથી જો તમારી પાસે મર્યાદિત સમય છે, તો તમારે જાણવું જોઈએ કે તમે આ મર્યાદિત સમયમાં તમારા કામને કેવી રીતે વધારી શકો છો.