તા.૧૨-૧૧-ર૦૧૮ થી ૧૮-૧૧-ર૦૧૮ સુધીનું સાપ્તાહિક  રાશી ભવિષ્ય

1451

મિત્રો આપના માટે ગોચર ગ ્‌રહોનું ભ્રમણ લાભ પાંચમના શુભમુહુર્તે ભાગ્યસ્થાન અને લાભ સ્થાનના આર્શીવાદથી શુભ શરૂઆત મળશે. અચાનક કાર્ય સફળતાના યોગ પણ મળશે. માત્ર કાલ્પનિક ભય અને વધુ પડતો આત્મ વિશ્વાસ નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે.  મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે.પત્ની ભાગીદારો અને  વડિલોની સલાહ લાભદાયી રહેશે. સંતાનોના પ્રશ્નોમાં ઉતાવળા નિર્ણ્યો ન લેવા, વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનમાં મધ્યભાગથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે.  બહેનો અને વિદ્યાર્થી માટે કપરો સમય મળી શકે છે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો લાભ પાંચમની શરૂઆત શુભ મળે છે. પણ મધ્યભાગથી સુર્યગ્રહની દ્રષ્ટિ જન્મના ચંદ્ર ઉપર પડે છે. તેથી મોટા અને ખોટા પ્રલોભનોથી દુર રહેવું જરૂરી છે. લોભ લાલચથી દુર રહેવું જરૂરી છે. કારણ કે શનિગ્રહની નોતી પણ છે. મીલ્કત અને વારસાઈ કાર્યોમાં સહીસિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું પત્નીભ ાગીદારો અને વડિલો સાથે નમ્રતા કેળવવી જરૂરી છે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોથી પ્રગતિ થશે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શનિ ચાલીશાનો પાઠ કરવાથી  લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફમળદાયી સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મિથુન રાશીના મિત્રો માટે લાભ પાંચમના શુભ મુહુર્તે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહના મધ્યભાગથી નિષફળતાને પણ સફળતાનુ સ્વરૂપ મળી શકે છે. અચાનક કાર્યોમાં સફળતા મળી શકે છે. આત્મવિશ્વાસમાં વૃધ્ધિ થશે. માત્ર મોજશોખ અને આળસવૃત્તિથી દુર રહેવું  જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે, પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ ભાડુનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના પ્રશ્નોથી ચિંતા મળી શકે છે. જાહેર જીવનમાં પ્રતિષંઠામાં વૃધ્ધી થશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ લાભ પાંચમની શુભ શરૂઆત થોડી નિર્બળતા આપે છે. મધ્યભાગથી એક માસનું સુર્યનું ભ્રમણ બંધનયોગ આપી રહ્યું હતું તેમાંથી મુક્તિ મળશે તેમ છતાં હજુ મંગળગ્રહનો બંધનયોગ છે. તેથી ઉતાવળા સાહસ ન કરવા જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્ય્માં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતના આપી શકે છે. સંતાનોનો સહકાર મળશે. જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટેબ ુધવારના વ્રત અને ગણપતિનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

સિંહ (મ.ટ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ અને લાભ પાંચમથી સપ્તાહની શુભ શરૂઆતનો સમય લાભદાયી રહેશે પણ સપ્તાહના મધ્યભાગથી રાહુ ગુરૂ અને બુધ સાથે સુર્ય ગ્રહનો બંધનયોગ એક માસ માટે અશુભફળ આપે છે. તેથી વધુ પડતો આત્મવિશ્વાસ નિષ્ફળતા અને નિરાશા આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહી સિક્કાની બાબતોમા ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં ખર્ચાઓ મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કન્યા (પ.ઠ.ણ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ લાભપાંચમના દિવસથી સપ્તાહની શરૂઆત શુભ રહેશે દરેક ગ્રહોના આર્શઈવાદ મળે છે. નવા કાર્યોની શરૂઆત શુભ રહેશે. આત્મવિશ્વાસમાં વૃધ્ધી થશે. માત્ર શનિગ્રહની પનોતી શરૂ છે. તેથી ધીમીગતીએ સફળતા મળશે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોના કાર્યથી લાભ રહેશે. વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. જાહેર જીવનમાં પ્રતિષ્ઠા મળશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી લાભ રહેશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રગતીકારક સમય રહેશે.

તુલા (ર.ત.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ લાભ પાંચમની શરૂઆતથી કાલ્પનીક ભય મળશે. પણ મધ્યભાગથી સૂર્યગ્રહનુ ભ્રમણ કાર્યભાર હળવો કરશે અને સ્થીર વિચારો આપશે માત્ર વાણીવર્તન અને વ્યવહારમા નમ્રતા કેળવવી જરૂરી બનશે કાર્ય સફળતા સાથે આનંદ પણ મળશે મિલ્કત અને વારસાઈ કાર્યોથી લાભ રહેશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે.  આપના માટે શુક્રવારના વ્રત અને સરસ્વતી માતાનૂં પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સપ્તાહ રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆત લાભ પાંચમના શુભ દિવસથી મળે છે. અને મધ્યભાગથી સૂર્યના ંબધનયોગથી મુક્તિ મળે છે. તેથી કાર્ય સફળતાના યોગ મળશે માનસીક રીતે પણ શુભ સમય મળશે. માત્ર મંગળગ્રહનો બંધનયોગ છે જે સમય સાથે જીવવાનું સુચવે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અઇને વડીલોની સલાહ લાભ દાયી રહેશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોના કાર્યોનું નિરાકરણ મળશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે યાત્રા પ્રવાસ અને ધાર્ક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ લાભ પાંચમના શુભ મુર્હુત મહત્વના કાર્યોને પૂર્ણ કરવાનું સૂચવે છે. કારણ કે મધ્યભાગથી સૂર્ય ગ્રહનો એક માસ માટે બંધનયોગ મળી રહ્યો છે. જે નિરાશા અને નિષ્ફળતા બન્ને આપી શકે છે તેથી થોડા સમય ધીરજ ધરવી જરૂરી બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી શુભફળ મળશે. યાત્રા પ્રવાસ માટે ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ લાભ પાંચમના દિવસથી સપ્તાહની શરૂઆત કાર્ય સફળતાના યોગ આપે છે લાભ સ્થાનમા સૂર્યનું ભ્રમણ મહેનતનુ ફળ આપશે અચાનક કાર્ય સફળતાના યોગ પણ મળે છે. માત્ર ભૂતકાળનો ત્યાગ અને વર્તમાન સમયનો સ્વિકાર કરવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોના સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોનો સહકાર મળશે જાહેર જીવનમા પ્રતિષ્ઠામા વૃધ્ધિ થશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રગતીકારક સપ્તાહ રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ અને લાભ પાંચમના શુભ દિવસ આવેશ ઉશ્કેરાટનો ત્યાગ કાર્યોના શ્રીગણેશ કરવાનું સુચવે છે. દિન પ્રતિદિન ગ્રહોના આર્શીવાદ મળે છે માત્ર તમે કેટલો અને કેવો ઉપયોગ સમયનો કરો છો તે જન્મના ગ્રહો ઉપર આધાર છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોની સલાહથી લાભ રહેશે ભાઈ ભાડુનુ આરોગ્ય ચિંતા આપી શકે છે સંતાનોનો સહકાર મળશે જાહરેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને સરસ્વતીનુ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શ્રી લાભ પાંચમથી કાર્યોમા વિલંબથી સફળતા મળશે તેમ છતાં સૂર્યગ્રહના બંધનયોગથી મુલ્કિત મળશે તેથી નસીબનો સહકાર મળશે મોટા અને ખોટા પ્રલોભનોથી દુર રહીને જે મળે તેમ સંતોષ માનવાથી લાભ રહેશે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. સંતાનોનો સહકાર મળશે. જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે.યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમા આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતીનૂ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.