જલારામ જયંતિની તડામાર તૈયારીઓ…

982

તા. ૧૪ને બુધવારના રોજ ભક્ત જલારામ બાપાની ર૧૯મી જન્મજયંતિની ઉજવણી કરાશે જેના ભાગરૂપે ખારગેટ જલારામ મંદિર તથા આનંદનગર જલારામ મંદિરે ભવ્ય ઉજવણી, ભોજન પ્રસાદ તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે. જેની તૈયારી રૂપે શહેરના વિવિધ માર્ગો ઉપર કમાનો, જલારામ બાપાના ફોટા સાથેના કટ આઉટ લગાવાયા છે. તેમજ મહાપ્રસાદની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.