ચિત્રા યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ

838

ભાવનગર જિલ્લામાં આજે અલગ-અલગ પાંચ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો પ્રારંભ કરાયેલ. જેમાં ભાવનગર માર્કેટીંગ યાર્ડ ખાતે ખરીદી શરૂ કરાતા મગફળીની પુષ્કળ આવક થયેલ અને ટ્રકોની લાઈનો લાગી હતી પરંતુ બપોર સુધીમાં માત્ર ચારેક જેટલા સેમ્પલો લેવાયા હતા. જેમાં એક ફેઈલ થયું હતું. જ્યારે તંત્ર દ્વારા મગફસળીમાં ભેજ હોવાનું જણાવતા ખેડૂતોમાં રોષ છવાયો હતો અને દેકારો મચાવ્યો હતો.

Previous articleબ્રહ્માકુમારી દ્વારા બે દિવસીય ‘અલવિદા ડાયાબિટીસ શિબિર’
Next articleભાવનગર એરપોર્ટ પર મોકડ્રીલ યોજાઈ