રાજુલાના બાબરીયાધાર ગામે આહીર સેવા સમિતિ દ્વારા તુલસી વિવાહ યોજાશે

1078

રાજુલા તાલુકાના બારીયાધાર ગામે આહીર સમાજ સેવા સમિતિ દ્વારા ભવ્યાતિ ભવ્ય તુલસી વિવાહ મહોત્સવની સાથે સાથે આહીર સમાજના બારોટ દેવ દ્વારા વહી ચોપડે નામકરણ વિધીનો પ્રસંગે બળદાણીયા પરિવાર દ્વારા યોજાશે.

રાજુલા તાલુકાના બાબરીયાધાર ગામે આહિર સમાજ સેવા સમિતિ દ્વારા ભવ્યાતિ ભવ્ય તુલસી વૃંદાજીના લગ્ન ઠાકોરજી સાથે કરવા નિમિત્‌ માત્ર યજમાન પદે પીઠાભાઈ લાખાભાઈ બલદાણીયા અને સુરતવાળા લાભ લેશે જે તા. ૧૯-૧૧-ર૦૧૮ના સોમવારે સુપ્રસિધ્ધ સોમનાથ દાદાના પહાડની ગોદમાં વિશાળ પટાંગણમાં આયોજન રાખેલ છે. તે મહા પ્રસંગની સાથે આહીર સમાજના બારોટ દેવ ભીખુભાઈ બારોટ, દાદાભાઈ બારોટ, માણસુરભાઈ બારોટ દ્વારા આહીર સમાજના પુર્વજોનું પુંજન વહીં ચોપડાનું સામૈયા કરી નામકરણ વિધી થશે. જેમાં સંતો મહંતો તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં બળદાણીયા પરિવાર તેમજ સમસ્ત ગામ તેમજ આહીર સમાજ દ્વારા આજથી જ તડામાર તૈયારીઓ થઈ રહી છે. તેમજ આ બાબતે મુખ્ય યજમાન પીઠાભાઈ લાખાભાઈ બળદાણીયા દિલ્ભાઈ પીઠાભાઈ બળદાણીયા મહુવાના રાધાકૃષ્ણ મંદિરના વરરાજા ઠાકોરજીની જાનને સાચવવા રાત દિવસ એક કરી સાથે તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોરના માર્ગદર્શનથી સત્તાધારથી ગોવિંદબાપુ મોંઘીમાની જગ્યાના મહંત જીણારામ બાપુ વિશ્વંભરદાસ બાપુ વાજડી ધનસુખનાથ બાપુ ઠવી વિરડી ઉર્જા મૈયા જુનીબાર પટોળી, ગુરૂ હનુબાય મોટી વડાળ, વસનબાપુ અખેગઢવાળા, દસનામ અખાડા થાણાપતિ બુધ્ધગીરી બાપુ જુનાગઢ, મંજુલાગીરી  વડુરીયા ખોડિયાર આશ્રમ બાબરીયાધાર તેમજ કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, નારણભાઈ કાછડીયા સાંસદ, ધારાસભ્ય અંષરીષભાઈ ડેર, પ્રતાપભાઈ દુધાત, પુર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી, વી.વી.વઘાશીયા, બાવકુભાઈઉધાડ સહિત મહાનુભાવો પધારશે તેમ તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોરે જણાવેલ છે.

Previous articleદામનગરમાં એકતા યાત્રાનું ઉષ્માભર્યુ સ્વાગત કરાયું
Next articleદિવાળીના તહેવારોમાં રાજુલા પોલીસની સરાહનિય કામગીરી