રાણપુરના કુંડલી ગામે વીજચેકીંગ માં ગયેલા કર્મચારીને સરપંચે બે ફડાકા ઝીકતા ચકચાર

69

સરપંચ વિરૂધ્ધ ફરજમાં રૂકાવટની ફરીયાદ નોંધાઈ,પોલીસે સરપંચની ધરપકડ કરી.
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના કુંડલી ગામે પી.જી.વી.સી.એલ.ની ટીમ વીજ ચેકીંગ માટે ગઈ હતી.જ્યા વીજકર્મીના કર્મચારીને કુંડલી ગામના સરપંચે બે લાફા ઝીકી ફરજમાં રૂકાવટ કરી જ્ઞાતિ વિશે અપમાનિત કર્યા હતા જે બનાવ અંગે રાણપુર પોલીસ મથક માં સરપંચ વિરૂધ્ધ ગુન્હો નોંધાયો છે.
આ બનાવ અંગે મળતી વિગત અનુસાર બોટાદ જીલ્લાના રાણપુર પી.જી.વી.સી.એલ.ડીવીઝનમાં છેલ્લા પોણા બે વર્ષથી ફરજ બજાવતા સંજયકુમાર સુરજીતભાઈ ડામોર બોટાદ જીલ્લા પી.જી.વી.સી.એલ.ની ટીમ તથા રાણપુર ડેપ્યુટી ઈજનેર એચ.કે.ગડારા સાથે સવારે રાણપુર તાલુકાના કુંડલી ગામે વીજ ચેકીંગ કરવા ગયા હતા.ત્યારે કુંડલી ગામે રામાપીરના મંદીર પાસે આવેલ ટી.સી.માંથી અન્ડર ગ્રાઉન્ડ કાળો કેબલ તળાવ બાજુ જતો હતો.અને તેમાંથી વીજચોરી થઈ શકે તેમ હોય આ કેબલ રાણપુર ડેપ્યુટી ઈજનેર એચ.કે.ગડારાની સુચનાથી કાપી નાખતા ત્યા બે વ્યક્તી આવ્યા હતા.અને સરપંચ આવે છે.તેમને ઉભા રાખ્યા હતા.તે દરમ્યાન ગામના સરપંચ બાબુભાઈ ત્રિકમભાઈ મેણીયા એ આવી પોલીસ અને વીજકર્મીઓની હાજરીમાં કર્મચારી સંજયભાઈ ડામોર નો કોલર પકડી ને તેમને બે લાફા મારી ફરજ માં રૂકાવટ કરી હતી.એટલુ જ નહી આ કેબલ પંચાયતનો હોવાનુ કહી નવો કેબલ ન આપો ત્યા સુધી જવા ન દેવાની વીજ ટીમ ને ધમકી આપી ફરીવાર ચેકીંગમાં આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જો કે કર્મચારી અનુસુચિત જનજાતિના હોવાનુ જાણવા છતા સરપંચે ગુન્હાહિત કૃત્ય કરતા રાણપુર પોલીસ મથક માં સરપંચ વિરૂધ્ધ ફરીયાદ નોંધાતા રાણપુર પી.એસ.આઈ-એસ.એચ.ભટ્ટે સરપંચ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Previous articleગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટે પાળીયાદ વિસામણબાપુની જગ્યાના દર્શન કર્યા
Next articlePNR સોસાયટી સંચાલિત નટરાજ સી.પી. સ્કૂલમાં દિવ્યાંગતાલક્ષી પ્રવૃત્તિઓના વિવિધ ઉદ્દઘાટનો સંપન્ન