દામનગરમાં એકતા યાત્રાનું ઉષ્માભર્યુ સ્વાગત કરાયું

753

દામનગર ખાતે  વહીવટી તંત્ર દ્વારા આયોજિત એકતા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું સામાજિક સંવાદિતાનો સુંદર સંદેશ આપતી એકતા યાત્રા દામનગર કન્યા શાળા સંકુલમાં પધારતા જ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પહાર અને આરતી સાથે એકતા યાત્રાનું ઉત્સાહ ભેર સ્વાગત કરાયું હતું

વિશ્વની સૌથી ઉંચી વિરાટ પ્રતિમા સંદર્ભમાં સામાજિક સંવાદિતાનો સંદેશ આપતી એકતા યાત્રા દામનગર શહેરની અજમેરા કન્યા શાળા ખાતે પધારતા અનેકો સામાજિક રાજસ્વી શહેરી અને ગ્રામ્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા રાષ્ટ્રીય એકતા અંગે પ્રતિજ્ઞા લેવાય હતી.

સામાજિક અગ્રણીઓ કાર્યકર્તાઓ આંગણવાડીની બહેનો દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓની વિશાળ ઉપસ્થતીમાં સરદારની પ્રતિમા સમક્ષ એકતાની પ્રતિજ્ઞા લેવાય હતી.    જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકા મેજી મણાત તાલુકા વિકાસ અધિકારી ભટ્ટ નાયબ મામલતદાર સૈયદ સહિત શિક્ષક સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા સામુહિક રાષ્ટ્રીય સામાજિક સંવાદિતા ની સુંદર પ્રતિજ્ઞા લેવાય હતી.

Previous articleજાફરાબાદના પાટી માણસા ગામે કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ
Next articleરાજુલાના બાબરીયાધાર ગામે આહીર સેવા સમિતિ દ્વારા તુલસી વિવાહ યોજાશે