ભાવનગર શહેરના જવાહર મેદાન ખાતે જાણીતી ડાયમંડ ઈન્ડસ્ટ્રિઝ મારૂતિ ઈમ્પેક્ષ, લાખાણી પરિવાર દ્વારા તા. ૧૮ને રવિવારે લાડકડી શિર્ષક હેઠળ સર્વજ્ઞાતિની ર૮૧ પિતાની છત્રાછાયા ગુમાવેલી દિકરીઓના સમુહ લગ્નોત્સવ યોજાનાર છે. જેમાં રાજયપાલ, મૂખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે. જવાહર મેદાન લગ્ન સ્થળે આકર્ષક શણગાર કરી મંડપો નાખવામાં આવ્યા છે અને તેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
















