તા.૧૯-૧૧-ર૦૧૮ થી ૨૫-૧૧-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય

1813

મેષ (અ.લ.ઈ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રાહુ સુર્ય ગુરૂ અને બુધ ગ્રહનો અશુભ બંધનયોગ આર્થિક માનિસક અને શારિરીક ત્રણેય રીતે સાચવવા સૂચવે છે. વધુ પડતો આત્મવિશ્વાસ નુકશાની આપી શકે છે. માત્ર રાશી પતિ મંગળગ્રહનું ભ્રમણ યેનકેન પ્રકારે કાર્ય સફળતા આપી શકે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં સહીસીક્કાની બાબતોમાં ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક રીતે શુભ રહેસે જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

વૃષભ (બ.વ.ઉ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોના આર્શીવાદ મળે છે. માત્ર શનિગ્રહની પનોતીનો કપરો સમય કાર્યસફળતા મા અડચણો આપી શકે છે. તેથી ધીરજ અને એકાગ્રતા કેળવશો તો કપરા કાર્યો પણ સરળ બનાવી શકશો. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

મિથુન (ક.છ.ઘ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ વાણીવર્તન અને વ્યવહારમા નમ્રતા કેળવવાથી જ કાર્ય સફળતા મળી શકે છે. ગમે તેવા રાગ શત્રુ સામે વિજય મળી શકે છે. નવાકાર્યો માટે પણ સમયનો સહકાર મળે છે. માત્ર મૌન બનવુ જરૂરી છે. જે અશક્ય લાગે છે. મિલ્કત અને વારસાઈ કર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોની સલાહ ઉપયોગી બનશે ભાઈ બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે આપના માટે બુધવારના વ્રત અને લક્ષ્મીપૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો આવશે અને ક્રોધનો ત્યાગ કરવાનુ સુચવે છે. જન્મના ચંદ્ર ઉપર રાહુ અને મંગળ ગ્રહનો બંધનયોગ વધુ મહેનતે થોડી સફળતા આપવાનું કાર્ય કરે છે. તેથી સંતોષીનર સદા સુખી તે યાદ રાઘવુ જર-રી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી અરૂચી રહેશે. આપના માટે સોમવારના વ્રત અને ગણપતીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

સિંહ (મ.ટ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ આર્થિક માન્સીક અને શારિરીક ત્રણેય રીતે સાચવવાનું સુચવે છે. વધુ પડતી અપેક્ષા અને આત્મવિશ્વાસ નિરાશા આપી શકે છે. નવાકાર્યોનું આયોજન થોડા સમય માટે વર્જીત નથી મિત્રો જે પરિસ્થિતી છે તે સાચવવાથી જ લાભ રહેશે મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહીસિક્કાની બાબતો મા ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ માત્ર શનિગ્રહનું ભ્રમણ અશુભફળ આપે છે. કાલ્પનિક ભય અને આળસવૃત્તીનો ત્યાગ કરશો તો આર્થિક માનસિક અને શારિરીક ત્રણએય રીતે સમય આપનો બની રહેશે. નવાકાર્યોનું આયોજન સફળ થશે મિલ્કત અને વારસાઈ કાર્યોથી સાનુકુળતા રહેશે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે માતાનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શની ચાલીસાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

તુલા (ર.ત.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોનો સહકાર મળે છે ઘણા સમય પછી જીવનમાં શુખ શાંતીની અનુભુતી મળશે જન્મ ગ્રહો અને ઈશ્વરના આર્શીવાદ હશે. તો નવાકાર્યો માટે પણ શુભ સમય મળશે માત્ર આળસથી દુર રહેવું જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે સંતાનોનું આરોગ્ય ચિતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે આપના માટે શુક્રવારના વ્રત અને મહાલક્ષ્મીનું પૂજન કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

વૃશ્ચિક (ન.ય)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના અંતીમ તબક્કામાં પણ કાર્યસફળતાના યોગ મળી શકે છે માત્ર રાશીપતી મંગળગ્રહનો બંધનયોગ અશુભફળ આપે છે. તેથી જિદ્દી સ્વભાવ અને આપના અહમનો ત્યાગ કરવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમા અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમા આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર શનીગ્રહનું અશુભ ભ્રમણ અને રાહુ સુર્ય ગુરૂ અને વધુગ્રહનો બંધનયોગ નિરાશા અને નિષ્ફળતા જ આપી શકે છે. માત્ર જન્મના ગ્રહો અને ઈશ્વરના આર્શીવાદ હશે તો સફળતા મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિસિક્કાની બાબતોમા ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ મળશે આપના માટે શનિવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે કપરો સમય મળી શકે છે.

મકર (ખ.જ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર કેતુ અને બીજે મંગળ બારમે શનીનુ ભ્રમણ અશુભ પાપકારી યોગનુ સર્જન કરે છે તેથી માનસિક એકાગ્રતા કેળવવી મુશ્કેલ બની શકે છે. ભુતકાળનો ત્યાગ અને ભવિષ્યનો સ્વીકાર કરવો જરૂરી છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં અન્યની સલાહથી લાભ રહેશે પત્ની ભાગીદારો અને વડીલોની સલાહ ઉપોયીગ બનશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનુ આયોજન સફળ થશે. આપના માટે શનિવારનાવ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

કુંભ (ગ.શ.સ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર મંગળગ્રહનું ભ્રમણ લક્ષ્મીયોગ આપે છે. અને નસીબ કર્મ અને લાભસ્થાનની પ્રબળતા દરેક કાર્યોમાં સફળતા આપે છે. માત્ર મોજ શોખ અને આળસવૃત્તીનો ત્યાગ કરવો મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય હનુમાન ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મંગળગ્રહનો બંધનયોગ જિદ્દી સ્વભાવ અને ઉતાવળીયા નિર્ણયો નિષ્ફળતા અને નિરાશા આપી શકે છે. તેમ છતા ભાગ્યસ્થાન એક કર્મસ્થાનની પ્રબળતા થોડી મહેનતે વધુ સફળતા મળવાનો યોગ આપે છે. જે આપના માટે શુભ બનશે મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થીતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતીનૂં પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

Previous articleલાખાણી પરિવારે સામાજીક દાયીત્વ નિભાવ્યું – રૂપાણી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે