સગીર પર દુષ્કર્મ આચરી મરવા મજબુર કરનાર કાળાતળાવના શખ્સને ૧૦ વર્ષની કેદ

1625

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાબેના કાળા તળાવ ગામેથી સગીરાને લલચાવી-ફોસલાવી ભગાડી જઈ તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરી રસ્તે રઝળતી મુકી દેતા સગીરાને લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કરી લીધેલ આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ તેનો કેસ ભાવનગરના સ્પે. જજ એમ.જે. પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે કાળા તળાવના શખ્સને તકસીરવાન ઠેરવી દસ વર્ષની કેદની સજા ફટકારેલ જયારે અન્ય પાંચ શખ્સોને નિર્દોષ છોડી મુકાયા હતાં.

પ્રાપ્ત વિગત મુજબ વલ્લભીપુર તાલુકાના કાળાતળાવ ગામે રહેતા ભરત વાલજી સોલંકી જાતે કોળી (ઉ.વ.૩પ) નામના શખ્સે ગત તા. ર૮-પ-ર૦૧૬ના રોજ સગીરા (ઉ.વ.૧૬)ને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી લઈ જઈ તેણીની સાથે અવાર-નવાર તેણીની મરજી વિરૂધ્ધ સંભોગ કરી, બળાત્કાર કરી જાતીએ સતામણી કરી, તેમજ રોડ ઉપર એકલી રખડતી મુકી મરવા મજબુર કરેલ જેથી ભોગ બનનારને મુખ્ય આરોપી પોતાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કરી પોતાને છોડીને એકલી મુકી જતો રહેતા સગીરાને લાગી આવતા તેણીએ  ઝેરી દવા પી લેતા તેણીનું મોત નિપજયું હતું. આ કામમાં મુખ્ય આરોપી ભરત વાલજી સોલંકી, જીણાભાઈ ઉર્ફે જીવરાજભાઈ બચુભાઈ મકવાણા (ઉ.વ.પ૦ રહે. કાળાતળાવ), કલ્પેશ જીવરાજ સોલંકી (ઉ.વ.ર૦, રહે. કાળાતળાવ), હિતુભા ઉર્ફે હિતેન્દ્રસિંહ જામસિંહ ગોહિલ (ઉ.વ.૪૧), ઘેલુભા ઉર્ફે શિવભદ્રસિંહ વખતસિંહ ગોહિલ (ઉ.વ.૪ર રહે. પચ્છેગામ તા. વલ્લભીપુર) તથા હરપાલસિંહ જનકસિંહ ચુડાસમા (ઉ.વ.રર) રહે. દેવગાણા તા. રાણપુર સહિતના શખ્સોએ મૂખ્ય આરોપીને અને સગીરાને રહેવા, સંતાવવા, લાવવા- મકુવા, ખાવાપીવાની તેમજ ભાગવા માટે વાહનની વ્યવસ્થા કરાવી હતી.  તેમજ પુરતો સહકાર આપી એકબીજાને મદદગારી કરી તથા ભોગ બનનાર મરણ જનારને ભગાડવામાં મદદગારી કરી હોવાની જ ે તે સમયે વલ્લભીપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે  ઉક્ત શખ્સો સામે ઈપીસી કલમ ૩૦૬, ૩૬૩, ૩૬૬, ૩૭૬, તથા પોકસો એકટ ર૦૧રની કલમ ૪-૮-૧૭ મુજબનો ગુનો નોંધીયો હતો.

આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના સ્પે. જજ અને ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ એમ.જે.પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વડીલ બીજે. ખાંભલ્યાની દલીલો, મૌખિક પુરાવા ૩પ લેખીત પુરાવા ૬૪, વિગેરે બાબતો ધ્યાને લઈ મુખ્ય આરોપી ભરત વાલજી સોલંકીને તકસીરવાન ઠરાવી વિવિધ કલમો હેઠળ ૧૦ વર્ષેની સખત કેદ અને રોકડ દંડ ફટકારેલ જયારે અન્ય પાંચ શખ્સને નિદોર્ષ છોડી મુકવા હુકમ કર્યો હતો

Previous articleભાવનગર RTO ટીમ વાન દ્વારા વિશ્વ શ્રધ્ધાંજલિ દિનની ઉજવણી
Next articleકુંડળધામના સંતો દ્વારા હરિચરિત્રામૃતસાગર મહાગ્રંથ અર્પણવિધિ કાર્યક્રમ સુપેરે સંપન્ન