દહેજથી ઘોઘા આવતું રો-રો ફેરી સર્વિસનું જહાજ મધદરિયે બંધ પડયું

5783

દહેજથી ભાવનગર આવી રહેલ રો-રો ફેરી સર્વિસનું જહાજ મધદરિયે એન્જીન ફેઈલ થઈ જતાં અટવાયું હતું. અને જેમાં મુસાફરો ઉપરાંત ૧૦૦ જેટલી કાર અને ટ્રક તથા ૧૦ સહિતનાો વાહનો પણ છે. એક કલાક ઉપરાંતના સમયથી બંધ પડેલ જહાજ અંગેની જાણ ભાવનગર પોર્ટ ઓફિસર સુધીર ચઢ્ઢાને કરાતાં તાત્કાલિકની અસરથી જહાજને ઘોઘા પરત લાવવા માટે ટગ રવાના કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જહાજમાં રહેલા મુસાફરોના જીવ હાલ અધરતાલ થઈ જવા પામ્યા છે.