એક્શન સીન કરતાં વરુણ ધવન ઈજાગ્રસ્ત

1306

મોખરાના ફિલ્મ સર્જક કરણ જોહરની પિરિયડ ફિલ્મ કલંકના સેટ પર યુદ્ધનાં દ્રશ્યો કરતાં અભિનેતા વરુણ ધવનને પણ ઠીક ઠીક ઇજાઓ થઇ હતી. વરુણે એ ઇજાના ફોટોગ્રાફ પોતાના સોશ્યલ મિડિયાના હેન્ડલ પર શૅર કર્યા હતા. અત્યાર અગાઉ વરુણે આ પ્રકારનાં એક્શન દ્રશ્યો ધરાવતી ફિલ્મ કરી નથી. કલંક કરણ જોહરની મલ્ટિસ્ટાર ફિલ્મ છે. એમાં સિનિયર અભિનેતા સંજય દત્ત, માધુરી દીક્ષિત, વરુણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, આદિત્ય રોય કપૂર વગેરે ચમકી રહ્યાં છે અને આ ફિલ્મ પણ હાલ ફ્લોર પર છે એટલે આલિયા ભટ્ટ, સંજય દત્ત અને અન્ય કલાકારો એક સાથે બબ્બે ત્રણ ત્રણ ફિલ્મોના શૂટિંગમાં દોડાદોડ કરી રહ્યા છે. અભિષેક વર્મન નિર્દેશિત આ ફિલ્મને ૨૧૦૯ના એપ્રિલમાં રજૂ કરવાની કરણની યોજના છે.

Previous articleબોલિવૂડમાં ડેબ્યુ કરવા લુલિયા હિન્દી ભાષા પર હાથ અજમાવશે
Next articleજાફર રણજી ટ્રોફીમાં ૧૧,૦૦૦ રન બનાવનારો પ્રથમ બૅટ્‌સમૅન