ચોરી કરેલ મોબાઈલ અને રોકડ સાથે એક ઈસમને ઝડપી લેતી એલસીબી

1148

આજરોજ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો શહેર વિસ્તારમાં વણશોધાયેલ મિલ્કત સંબંધી ચોરીનાં ગુન્હાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બોરતળાવ, કુમુદવાડી, બોરતળાવનાં નાંકે, મીલી પાન પાસે આવતાં પો.કો. સત્યજીતસિંહ ગોહિલ તથા તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે, બોરતળાવ, માલધારી સોસાયટીનાં નાંકે એકટીવા સ્કુટર રજી.નં.જીજે ૪ સીપી ૦૬૪૮ નું લઇને એક શંકાસ્પદ માણસ ત્યાં હિરા ઘસવા માટે આવતાં માણસોને મોબાઇલ બતાવી વેચાણ કરે છે.જેથી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં કિશન પરશોત્તમભાઇ મકવાણા ઉ.વ.૨૦ રહે.પોપટભાઇની વાડી, મેપાનગર, રેલ્વે હોસ્પીટલ પાછળ હાજર મળી આવેલ. તેનાં હાથમાંથી લીનોવો કંપનીનો મોબાઇલ તથા અંગજડતી કરતાં રોકડ રૂ.૫,૦૦૦/- મળી આવેલ.તેની પાસે રહેલ સફેદ કલરનાં હોન્ડા એકટીવા સ્કુટર તથા મોબાઇલ તથા રોકડ રકમ અંગે અંગે આધાર-પુરાવા-બિલ માંગતાં નહિ હોવાનું જણાવી ફર્યુ-ફર્યુ બોલી સંતોષકારક જવાબ આપેલ નહિ.જેથી આ સ્કુટર/મોબાઇલ/રૂપિયા તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવેલ.જેથી મોબાઇલ કિ.રૂ.૭,૦૦૦/-, રોકડ રૂ.૫,૦૦૦/- તથા સ્કુટર કિ.રૂ.૩૦,૦૦૦/-મળી કુલ રૂ.૪૨,૦૦૦/-ગણી શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરી તેને ધોરણસર અટક કરવામાં આવેલ.

ઇસમની પુછપરછ કરતાં તેણે તથા તેનાં મિત્ર આમીરહુસૈન સાજીદહુસૈન ઝેરી રહે.યુ.પી.વાળાએ મળી તેનાં ઉપરોકત સ્કુટર ઉપર ભાવનગર-સીદસર રોડ ઉપર રાત્રીનાં સમયે જઇ ત્યાં આવેલ રામ મોબાઇલ તથા તેની બાજુની મોબાઇલની દુકાન તોડી મોબાઇલ તથા રોકડ રૂપિયાની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.જેથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ કરવા માટે તેને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવ્યો.

Previous articleમોતીતળાવ VIPમાં કચરો સળગ્યો
Next articleસિહોરમાં પાણીની લાઈન માટે ખોદેલા ખાડા યથાવત, રસ્તા પર પાણીનો વેડફાટ