અમિતાભ, નસીરુદ્દીન તેમજ રાજકુમાર રાવ હવે સાથે હશે

1091

બોલિવુડમાં ટોપના કલાકારોને સાથે લઇને ફિલ્મ બનાવવાનો દોર જારી રહ્યો છે. હવે અમિતાભ બચ્ચનની સાથે વર્તમાન સમયના વધુ બે ટોપના કલાકારોને લેવાની તૈયારી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ અમિતાભની સાથે નવી ફિલ્મમાં રાજકુમાર રાવ અને નસીરુદ્દીન શાહ પણ નજરે પડનાર છે. એક રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો અમિતાભ અને નસીરુદ્દીન શાહ એક સાથે નજરે પડી શકે છે. હમ તુમ અને ગોસ્ટ તેમજ મેક્સિમમ જેવી ફિલ્મ બનાવી ચુકેલા નિર્દેશક કબીર કોશિક આ ફિલ્મનુ નિર્દેશન કરનાર છે. જો કે હજુ સુધી ફિલ્મના સંબંધમાં વધારે વિગત જાહેર કરવામાં આવી નથી. એમ માનવામાં આવે છે કે કબીરે આ ફિલ્મનુ શુટિંગ આગામી વર્ષે શરૂ કરવાની તૈયારી કરી લીધી છે. જો આ વાસ્તવિક અહેવાલ રહેશે તો પ્રથમ વખત એવુ બનશે કે અમિતાભ અને નસીર સાથે દેખાશે. સાથે સાથ ફિલ્મમાં અભિનેત્રીને લઇને પણ કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. રાજકુમાર રાવે પોતાની કેરિયરની શરૂઆત રણ ફિલ્મ મારફતે કરી હતી.

Previous articleભણસાલીની ફિલ્મમાં સલમાન ખાન  શાહરૂખની વચ્ચે દીપિકાની એન્ટ્રી..!!
Next articleટેસ્ટ સિરીઝમાં વોર્નર-સ્ટિવ સ્મિથ ઓસ્ટ્રેલિયાને મદદ કરશે