ઈરફાન ખાન બે દિવસ ભારતમાં રહી લંડન પરત ફર્યો..!!

1040

અભિનેતા ઇરફાન ખાન અત્યારે લંડનમાં પોતાની બીમારીનો ઇલાજ કરાવી રહ્યો છે. ઇરફાનનાં ફેન્સ સતત પ્રાર્થનાઓ કરી રહ્યા છે અને તેના જલ્દી ભારત આવવાની રાહ જોઈ રહ્યા છે. દિવાળી પહેલા એવી અફવા હતી કે ઇરફાન બે દિવસ માટે મુંબઈ આવશે અને નાસિક સ્થિત પોતાના ફાર્મહાઉસ પર દિવાળી મનાવશે, પરંતુ આવું કશું જ થયું નહોતુ. હવે જણાવવામાં આવી રહ્યું છે કે ઇરફાન ખાન લંડનથી ૨ દિવસ માટે ભારત આવ્યો હતો. આ વાતની કોઇને પણ જાણ થઈ નહોતી અને તે પરત લંડન પહોંચી ગયો છે.

ઇરફાન ખાનનાં પબ્લિસિસ્ટ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે તે નહોતા ઇચ્છતા કે કોઈને આ વાતની જાણ થાય.

Previous articleરૂવા ખાતે રવેચી કમલ લેઈકનું ખાતમુર્હુત
Next articleરજનિકાંત અને સેક્સી એમી જેક્સનના ગીતની ચર્ચા શરૂ